
તા.૧૫.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા સહકારી સંઘ દ્વારા 72મો અખિલ ભારત સહકાર સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી
72માં અખિલ ભારત સહકાર સપ્તાહ ની ઉજવણી દાહોદ જિલ્લા સહકારી સંઘ ખાતે સંઘના ચેરમેન કે ટી મેડાના હસ્તે સહકારી ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સહકારી ક્ષેત્ર અંગેના પ્રવચનો સંઘના ચેરમેન કાલસિંહભાઈ મેડા વાઇસ ચેરમેન મુકેશભાઈ પરમાર મંત્રી ગોપાલભાઈ ધાનકા ડિરેકટર ડો કિશોરભાઈ તાવિયાડ સાબિર શેખ વગેરેએ કર્યા હતા ત્યારબાદ સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર એ સભાનું સ્વાગત પ્રવચન આપ્યું હતું અંતમાં આભાર વિધિ સંઘના ડિરેક્ટર સાબિર શેખએ કરી હતી સહકાર સપ્તાહની ઉજવણી 14 નવેમ્બર 25થી 20 નવેમ્બર 2025 સુધી ઉજવવામાં આવનાર છે જે અંતર્ગત 15 નવેમ્બર 25ના રોજ ધી ઝાલોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ઝાલોદ ખાતે 16 નવેમ્બર 25 ના રોજ વિજય હોટલ લીમખેડા ખાતે 17 નવેમ્બર 25 ના રોજ સંજેલી વિભાગ અર્બન કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ના મીટીંગ હોલમાં સંજેલી ખાતે 18 નવેમ્બર 25 ના રોજ ધી જન કલ્યાણ શરાફી સહકારી કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દેવગઢ બારીયા ખાતે 19 નવેમ્બર 25 ધી જેસાવાડા લેપ્સ સેવા સહકારી મંડળી લિમિટેડ જેસાવાડા ખાતે 20 નવેમ્બર 25 ના રોજ પૂર્ણાહુતિ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દાહોદના મીટીંગ હોલમાં દાહોદ ખાતે ઉજવવામાં આવનાર છે આ પ્રસંગે સોસાયટી મંડળીઓ ક્રેડિટ સોસાયટીઓ તેમજ વિવિધ મંડળીઓના ચેરમેન સેક્રેટરી કારોબારી સભ્યો તેમજ સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા





