GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામ મહાનગરપાલિકા અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અન્વયે નવા લાભાર્થીઓની નોંધણી માટેના કેમ્પનું આયોજન.

મ્યુનિસીપલ કમિશનરશ્રી દ્વારા આવાસ યોજનાનો લાભ લેવા શહેરીજનોને અપીલ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અન્વયેના ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા અને પોતાની માલિકીનું જર્જરીત મકાન કે ખુલ્લો પ્લોટ ધરાવે છે તેવા લાભાર્થીઓની નોંધણી કરાવી ફોર્મ ભરવામા આવનાર છે જેમા સરકાર દ્વારા કુલ રૂ.4(ચાર) લાખ ની સહાય આપવામા આવે છે.આવાસ યોજનાનો લાભ લેવા માટે મહાનગરપાલિકના મ્યુનિસીપલ કમિશનરશ્રી ના માર્ગદર્શન હેઠળ નીચે આપેલ ગામોની વોર્ડ ઓફીસમા તા.૨૪/૧૧/૨૦૨૫ થી ૨૭/૧૧/૨૦૨૫ સુધી કેમ્પનું આયોજન કરવામા આવનાર છે. જેમા લાભ લેવા જરુરી પુરાવા જેવા કે,આવકનો દાખલો(રૂ.3.00 લાખ સુધી),જમીન માલિકી પુરાવા,રાશન કાર્ડ આધાર કાર્ડ,પાનકાર્ડ,તેમજ બેંકની પાસબુકની નકલ સાથે નીચે આપેલ સ્થળ અને સમય પર જરુરીયાતમંદ લોકોને બહોળી સંખ્યામા ઉપસ્થીત રહી યોજનાનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે.

તારીખ સ્થળ :- ૨૪/૧૧/૨૦૨૫ પડાણા પંચાયત/વોર્ડ ઓફિસ,

૨૫/૧૧/૨૦૨૫ મીઠીરોહર- ચુડવા પંચાયત/વોર્ડ ઓફિસ

૨૬/૧૧/૨૦૨૫ ખારીરોહર પંચાયત/વોર્ડ ઓફિસ

૨૭/૧૧/૨૦૨૫ ભારાપર-ઠાકર મંદીર ચોક,સમય: સવારે ૧૦.૩૦ કલાકે થી 3.૦૦ વાગ્યા સુધી વધુ માહિતી માટે ગાંધીધામ મહાનગરપાલિકા કચેરીએ આવાસ યોજના વિભાગનો સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!