GUJARATJUNAGADH
જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તા મરામતની કામગીરી પુરજોશમાં મેયરશ્રી, કમીશનરશ્રી સહિતના પદાધિકારીઓ અધીકારીઓએ વોર્ડ નં.૯ ચાલી રહેલ રસ્તાના કામગીરીનું નિરીક્ષણ કર્યું
જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તા મરામતની કામગીરી પુરજોશમાં મેયરશ્રી, કમીશનરશ્રી સહિતના પદાધિકારીઓ અધીકારીઓએ વોર્ડ નં.૯ ચાલી રહેલ રસ્તાના કામગીરીનું નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદ બાદ અસરગ્રસ્ત થયેલા માર્ગોને ઝડપથી રીપેર કરવા સૂચના આપી છે. જૂનાગઢ મહાનગરના અસરગ્રસ્ત રસ્તાઓનું મરામતકાર્ય પુરજોશમાં ચાલુ છે.કમિશનર શ્રી તેજસ પરમાર ,મેયર શ્રી ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયરશ્રી આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનસુ શ્રી પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના દંડક શ્રી મનન અભાણી સહિતના પદાધિકારીઓ અધિકારીઓએ જૂ નાગઢ શહેરના વોર્ડ નંબર ૯ ગીરીરાજ મેઈન રોડ,જવાહર રોડ સહિતના વિસ્તારોમાં ચાલી રહેલ રોડ રસ્તા ના કામોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમજ આગામી સમયમાં જે નવા રોડ રસ્તા ના મરામતની કામગીરી શરૂ થનાર છે. તેનું પણ નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી
બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ