GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ખેલ મહાકુંભ અન્વયે અંડર ૧૪ પુરુષ ફૂટબોલ સ્પર્ધા યોજાઈ

તા.15/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: ગુજરાતના યુવાનો રમતગમત ક્ષેત્રે અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં યુવાનો વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લઇ રહયા છે.
જેના ભાગરૂપે હાલ, ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત અંડર ૧૪ પુરુષ ફૂટબોલ સ્પર્ધા રાજકોટ ખાતે યોજાઈ હતી. જેમાં રાજકોટની સેન્ટ પૌલ સ્કુલના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંકે, એસ.એન.કે. બી સ્કુલના વિદ્યાર્થીઓ દ્વિતીય ક્રમાંકે અને સેન્ટ પૌલ બી સ્કુલના વિદ્યાર્થીઓ તૃતીય ક્રમાંકે વિજેતા બન્યા હતા





