ગોધરા એસઓજી પોલીસનો સપાટો.કાલોલ તળાવની પાળ પાસેથી ગેરકાયદે ગેસ રિફિલિંગ નો કારોબાર ઝડપી પાડયો.

તારીખ ૧૬/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા એસઓજી પોલીસે સપાટો બોલાવી કાલોલ ગામના તળાવની પાળ નજીક રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું કારોબાર ઝડપી પાડયો.ગત શુક્રવારે એસઓજી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી કે કાલોલ તળાવની પાળે પોતાના રહેણાંક મકાનમાં કલીમુદીન કરીમુદીન શેખ ગેરકાયદેસર રીતે બોટલમાંથી બીજા બોટલમાં ગેસ ભરી આપી વેચાણ કરે છે. જે આધારે પોલીસે રેડ કરતા બાતમી મુજબનો ઉપરોકત ઇસમ હાજર મળી ના આવતા તેના રહેણાંક મકાનમાં ત્રણ ગેસના બોટલ મળી આવ્યા હતા. જે ગેસના બોટલમાંથી બીજા બોટલમાં ગેસ ભરી આપતો હોય બોટલ નંગ ત્રણ જેની કિંમત ૬૦૦૦/ અને નોઝલ કિંમત ૧૦૦ તથા વજન કાંટો કિંમત ૫૦૦ મળી રૂ ૬,૬૦૦નો મુદામાલ કબજે કરી જલ્દી સળગી ઊઠે તેવા પદાર્થને ટ્રાન્સફર કરી બેદરકારી દાખવી પોતાની અને અન્યોની જીંદગી જોખમમાં મૂકાય તેવું કૃત્ય કરવા બદલ બીએનએસ કલમ ૨૮૭,૧૨૫ મુજબની કાર્યવાહી કાલોલ પોલીસ મથકે નોંધાવાઈ છે.




