GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
અલાલી ગામના લોકો કે જેઓ વાંટા ગામની સીમ વિસ્તારમાં રહે છે તેઓને પ્રસુતા મહિલાને સારવાર માટે ભારે તકલીફ.

તારીખ ૧૬/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના અલાલી ગામ ના લોકો ના ખેતર વાંટા ગામ ના સિમ માં આવેલ છે તેવા ખેડૂતો ને ખેતર જવા માટે રોજ પ્લાસ્ટીક ની બેરલ કાપી બનાવેલ નાવડી નો જોખમી રીતે ઉપયોગ કરવો પડે છે.અને વાંટા ગામ ના લોકો ને પણ અલાલી ગામ માં કોઈ પ્રસંગ માં જવા માટે જીવના જોખમે આજ નાવડી નો સહારો લેવો પડે છે તેવા સમાચારો પ્રસિદ્ધ થયા બાદ અલાલી ગામના લોકોને ગર્ભવતી મહિલાની સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દશ કિલોમીટર દુર ધક્કો ખાઈ વાંટા તરફ બોલાવવાની ફરજ પડી રહી છે.તેવા જ એક મહિલા ને સારવાર અર્થે બ્રીજ ના હોવાને કારણે વાંટા ગામ તરફ બોલાવવી પડી છે.અલાલી ગામ અને વાંટા ગામ ના લોકો ની એક જ માંગ છે કે અલાલી અને વાંટા ગામ ની વચ્ચે આવેલ ગોમા નદી પર કોઝવે બનાવી દેવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે.





