
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : રવિ પાક વાવેતર માટે મેશ્વો કેનાલમાં ૨૦ કયુસેક પાણી છોડાયું – રવિ પાકનું બમ્પર વાવેતર જિલ્લામાં
અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનનું વાવેતર શરૂ થઈ ગયું છે. ખેડૂતો દ્વારા શિયાળુ પાકોની વાવણી તેજ થતાં સિંચાઈની માંગમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ વર્ષની સારી વરસાદી સિઝન બાદ જમીનમાં ભેજ ઉપલબ્ધ રહેતા રવિ વાવેતરનો વિસ્તાર વધુ વધશે તેવી શક્યતા છે
સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર મેશ્વો જળાશયની કેનાલમાંથી લગભગ ૨૦ કયુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે.ખેડૂતોને સમયસર સિંચાઈ મળી રહે અને પાકને જરૂરી પાણી મળી રહે તે માટે પાણી છોડવામાં આવ્યું હતું વધુમાં આગામી દિવસોમાં ખેડૂતોની માંગ અને જરૂરિયાત મુજબ વાત્રક તેમજ માજુમ જળાશયમાંથી પણ પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થતાં રવિ સિઝનના પાકોનું ઉત્પાદન વધવાની આશા ખેડૂતોમાં જોવા મળી રહી છે.





