ગીર ગઢડા ધોકડવા જીલ્લા પંચાયત સીટ ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર તથા ઉના-ગીર ગઢડા વિધાનસભાના ધારાસભ્ય કે.સી. રાઠોડ હાજર રહ્યા હતા.

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા ધોકડવા જીલ્લા પંચાયત સીટ ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર તથા ઉના-ગીર ગઢડા વિધાનસભાના ધારાસભ્ય કે.સી. રાઠોડ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ભાજપ કાર્યકરો તેમજ ગામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે મનિષભાઈ જાલૌધરા ગીર ગઢડા વિસ્તારમાં ચાલી રહેલા તેમજ પૂર્ણ થયેલા વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર માહિતી આપી હતી. સાથે જ ભવિષ્યમાં થનારા વિકાસ પ્રકલ્પો વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભાજપના હોદેદારો દ્વારા સંગઠનને વધુ મજબૂત માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગામના મુખ્ય પ્રશ્નો જેમ કે રસ્તાઓની સમસ્યા, પીવાના પાણીની તંગી, ખેતી સંબંધિત પડકારો સહિતના મુદ્દાઓ પર ગ્રામજનોથી સીધી ચર્ચા થઈ હતી. રજૂ કરાયેલા પ્રશ્નો અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આગેવાનો દ્વારા અપાઈ હતી.
કાર્યક્રમમાં માનસિંહભાઈ પરમાર, ડાયાભાઈ જાલૌધરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન, વિશાલભાઈ વોરા જિલ્લા ભાજપ મહામંત્રી, ધર્મેશ રાખોલીયા તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા સભ્યો, તાલુકા પંચાયત સદસ્યો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભાજપ કાર્યકરો અને ગામના યુવાનો દ્વારા સ્નેહભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું





