GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લાલપર ગામ નજીક સામાજિક કાર્યકરને ચાર શખ્સોએ માર માયૉ

 

MORBI:મોરબીના લાલપર ગામ નજીક સામાજિક કાર્યકરને ચાર શખ્સોએ માર માયૉ

 

 

મોરબી શહેરમાં આવેલ પાવન પાર્કમાં રહેતા સામાજિક કાર્યકરે હાથ ઉછીના રૂપિયા આપેલ હોય જે લેવા કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયેલ હોય બાદ પરત ફરતા મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કેલ્વિન એન્ટરપ્રાઈઝ પાસે જાહેર રોડ પર ચાર શખ્સોએ સામાજિક કાર્યકરને લાકડાની હોકી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબી શહેરમાં આવેલ પાવન પાર્ક શેરી નં -૦૬ માં રહેતા સામાજિક કાર્યકર ગૌતમભાઈ શૈલેન્દ્રકુમાર ઝા (ઉ.વ.૩૮) એ આરોપી હિતેશભાઇ પટેલ રહે. કુમાર ઇન્ડસ્ટ્રીઝ મોરબી-૨ તથા ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી કુંદનભાઈને આપેલ હાથ ઉછીના રૂપિયા પરત લેવા માટે કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયેલ બાદ પરત ફરતા હતા ત્યારે ફરિયાદીના મિત્ર વિજયભાઈ તથા આરોપીને અગાઉ કોઈ વાતનું મનદુખ હોય જેનો ખાર રાખી ફરિયાદીને આરોપીઓએ પકડી રાખી ફોન કરી બીજા ત્રણ શખ્સોને બોલાવતા તેઓ આવી જતા અજાણ્યા ત્રણેય શખ્સોએ ફરિયાદીને પકડી રાખેલ અને આરોપી હિતેષભાઇએ તેની પાસે રહેલ લાકડાની હોકી વડે ફરિયાદીને બન્ને પગે સાથળ ઉપર પાછળ માર મારી મુંઢ ઈજા કરી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.કલમ-૧૧૫(૨),૩૫૨,૩૫૧(૨),૫૪ તથા જી.પી. એકટ કલમ-૧૩૫ મુજબ ગૂન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!