JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ મનપા કમીશનરશ્રી તેજસ પરમાર તથા કાર્યપાલક ઈજનેરએ શહેરમાં રસ્તા રિપેરીંગની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું

વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા રિપેરિંગની કામગીરી ઝુંબેશરૂપે હાથ ધરાઈ

વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા રિપેરિંગની કામગીરી ઝુંબેશરૂપે હાથ ધરાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરીમાર્ગો તથા મહાનગરો, નગરોના રોડ-રસ્તાની ચકાસણી કરવાના આપેલા આદેશ અનુસાર મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં મોટા પાયે રસ્તાઓના મરામતની કામગીરી ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવી રહી છે.
આજે જૂનાગઢ મ્યુ. કમિશનરશ્રી તેજસ પરમારે જૂનાગઢ શહેરના દોલતપરા, ફાયર સ્ટેશન, સરગવાડા મેઈન રોડ સી સી રોડ નું કામ, ખામધ્રોળ ફૂટ પાથ ,આરટીઓ ઓફિસ સામે એસ્પિરેશનલ ટોયલેટ,ખામધ્રોળ વિસ્તારના બાલકૃષ્ણ અને રાજમોતી સોસાયટીમાં સીસી રોડની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે,જૂનાગઢ શહેરમાં કાર્યપાલક ઈજનેર પાનસુરીયા, નાયબ કાર્યપાલક ઇજનેર રામાણીના નીરિક્ષણ હેઠળ રસ્તાઓની કામગીરી ગુણવત્તાયુકત થાય તે માટેની ઝુંબેશરૂપે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!