GUJARATMORWA HADAFPANCHMAHAL

મોરવા હડફ તાલુકાના ખાનપુર ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાનાં મોરવા હડફ તાલુકાના ખાનપુર ખાતે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીના ભાગરૂપે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખાનપુર ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અધ્યક્ષતા ગુજરાતના રાજયકક્ષા મંત્રી અને પંચમહાલના પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ કરી હતી. મંત્રી કટારાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થકી આદિવાસી મહાનાયકો જેવા કે ભગવાન બિરસામુંડા અને માનગઢના ગુરુ ગોવિંદના બલિદાનને ઉજાગર કર્યું છે. આ ઉપરાંત, તેમણે પ્રધાનમંત્રી દ્વારા પાવાગઢ, સોમનાથ, મહાકાલેશ્વર અને રામ મંદિર જેવા ધાર્મિક સ્થળોના પુનરુત્થાન અને નિર્માણ દ્વારા સાંસ્કૃતિક ગૌરવ વધારવાના કાર્યની પણ પ્રશંસા કરી હતી. મંત્રીએ તાજેતરના કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે ખેડૂતોને ₹10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવાના મુખ્યમંત્રીના નિર્ણયને સરકારની ખેડૂતલક્ષી કૃષિ કલ્યાણની નીતિ ગણાવી હતી. આ પ્રસંગે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે મંચ ઉપરથી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ડેડીયાપાડા ખાતે યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા કલેકટર અજય દહિયા, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.દેસાઈ, પ્રાયોજના વહીવટદાર ડી.આર.પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય સી.કે.રાઉલજી, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, અગ્રણી મયંક દેસાઈ સહિત જિલ્લા તાલુકાના પદાધિકારીઓ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!