કાલોલ ના ફતેપુરી ગામના બુટલેગરે ડેરીના ચેરમેન ને પદ પર થી હટાવી દેવાની અને મારવાની ધમકી આપતા ફરીયાદ.

તારીખ ૧૭/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
બેફામ બનેલા બુટલેગર થી ગ્રામજનો ત્રસ્ત બન્યા છેલ્લા અઠવાડિયામાં બે ગુના નોંધાયા
ફતેપુરી ગામની મહિલાઓ દ્વારા થોડા દિવસ પહેલા જ આ બુટલેગર ગામમાં અને દુધ ડેરીમાં દાદાગીરી કરી ગંદી ગાળો બોલી ડેરીના હોદેદારો સાથે ઝઘડો તકરાર કરતો હોવાની અને આ બુટલેગર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે એલસીબી પોલીસે પણ કાલોલ તાલુકાના અલવા ગામ નજીક આવેલા ફતેપુરી ગામે રહેતા રંગીત ઉર્ફે ડેન્જો છત્રસિંહ રાઠોડને ઘરે રેડ કરી પ્રોહી મુદામાલ કબજે કર્યો છે ત્યારે ડેરીના ચેરમેન સુરેન્દ્રસિંહ પ્રભાતસિંહ રાઠોડ દ્વારા કાલોલ પોલીસ આવેલી ફરિયાદ ની વિગતો મુજબ સાંજના સુમારે નસાની હાલતમાં રંગીતસિંહ ઉર્ફે ડેન્જો છત્રસિંહ રાઠોડ ડેરી પર આવેલો અને ક્યાં છે ચેરમેન ક્યાં છે સેક્રેટરી રમેશભાઈ તેમ કહી તમે બંનેને હટાવી દઈશ અને ચેરમેન હું બનવાનો છું તમારાથી થાય તે કરી લો ડેરી પણ બંધ કરાવી દઈશ તેવી ધમકી આપી ગાળો બોલતા સેક્રેટરી ચેરમેન તેમજ ડેરીના સભ્યો દ્વારા કલર પોલીસમાં થતો અરજી આપેલ આ અરજી આપ્યાની બુટલેગરને ખબર પડતા તે ચેરમેનના ઘરે આવેલો અને ચેરમેનના પુત્ર રાહુલને તારા પિતા સુરેન્દ્રસિંહ મારી વિરુદ્ધ ફરિયાદ કરવા ગયા છે તેમ કહી ગંદી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતા 112 ને ફોન કરતા પોલીસ સ્થળ ઉપર આવી હતી સમગ્ર બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસો બુટલેગર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.





