GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે એક ભારત,આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે યોજાનાર પદયાત્રા ને લઈ મામલતદારની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

 

તારીખ ૧૮/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

એક ભારત, આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે ગુજરાત સરકાર દ્વારા વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતીના અવસર પર આયોજિત એક રાષ્ટ્રવ્યાપી જન અભિયાન અંતર્ગત ‘યુનિટી માર્ચ’ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાની તૈયારીઓ અને આયોજનના ભાગરૂપે કાલોલ મામલતદાર વિકાસભાઇ પટેલ ની અધ્યક્ષતામાં કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી જેમાં કાલોલ તાલુકા પંચાયતના વિકાસ અધિકારી શીતલબેન સુથાર સાથે તાલુકા પંચાયત નો તમામ સ્ટાફ અને કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સહિત જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાનાં સભ્યો તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિતિ વચ્ચે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં લોહપુરુષ સરદાર પટેલના વારસાનો ઉત્સવ ઉજવવા અને તેમના જીવન મૂલ્યો, વ્યક્તિત્વ અને કાર્યોને જાણવા અને સમજવા યુનિટી માર્ચ પદયાત્રાનો શુભારંભ દેલોલ હાઈસ્કૂલથી નિકળીને રામનાથ ચોકડી થઇ કંડાચ,ઉતરેડીયા અને રાબોડ ગામે સમાપન કરવાંમાં આવશે.તેમ આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિચારવિમર્શ કરી નિર્ણય લેવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!