MORBI:મોરબી શહેરમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

MORBI:મોરબી શહેરમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ટી.કે. હોટેલ પાછળ આવેલ ભારત રોડ વે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી વિદેશી દારૂની 60 બોટલ જેની કિંમત રૂપિયા 1,23,480 નો મુદામાલ સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન આરોપીઓએ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ટી.કે. હોટેલ પાછળ આવેલ ભારત રોડ વે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની 60 બોટલ જેની કિંમત રૂપિયા 1,23,480 નો મુદામાલ ઝડપી પાડયો હતો જ્યારે આરોપી મુદામાલ મંગાવનાર રામદેવસિંહ રહે,ગામ રાયસીંગપર તા.મુળી જી.સુરેન્દ્રનગરવાળો તથા મુદામાલ મોકલનાર સ્થળ પર હાજર ન મળી આવતા બંને વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.






