BANASKANTHAGUJARAT

થરામા સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૧૫,કાંકરેજ વિધાનસભા દ્વારા સરદાર @ ૧૫૦ અંતર્ગત “યુનિટી માર્ચ” એકતાયાત્રા/પદયાત્રા યોજાઈ..

થરા સ્ટેટમાજી રાજવીનું પ્રાંત અધિકારી,મામલતદાર સહીત ભાજપાના આગેવાનોએ સન્માન કર્યું...

થરામા સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૧૫,કાંકરેજ વિધાનસભા દ્વારા સરદાર @ ૧૫૦ અંતર્ગત “યુનિટી માર્ચ” એકતાયાત્રા/પદયાત્રા યોજાઈ..

—————————————-
થરા સ્ટેટમાજી રાજવીનું પ્રાંત અધિકારી,મામલતદાર સહીત ભાજપાના આગેવાનોએ સન્માન કર્યું…
—————————————-

વલ્લભભાઈ પટેલનો જન્મ નડિયાદ ખાતે મામાના ઘરે પિતા ઝવેરભાઈ માતા લાડબાના કુખે થયો હતો.તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઈ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ ને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી.તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી.સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કરેલ.
ભારત તથા દુનિયાભરમાં તેઓ સરદાર ના નામથી સંબોધાય છે.તેમના દ્રઢ મનોબળને કારણે લોખંડી પુરૂષ તરીકે પણ ઓળખાય છે. ભારતની એકતા અખંડિતતા અને સ્વતંત્રતાના પાયારૂપ એવા સરદાર વલ્લભભાઈ પટેલજીના અવિસ્મરણીય યોગદાનને સ્મરણ કરવા તેમની જન્મજયંતિ નિમિતે નવરચિત ઓગડ તાલુકા ના મુખ્ય મથક થરામા આવેલ શ્રી ગ્વાલીનાથ મહાદેવ મંદિરેથી ભારતીય જનતા પાર્ટી ૧૫, કાંકરેજ વિધાનસભા દ્વારા સમસ્ત ભરવાડ સમાજ ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ જગ્યા ના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુની પાવન નિશ્રામાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં દેવદરબાર સુધીના વિસ્તારમાં એકતા અને રાષ્ટ્ર પ્રેમનો સંદેશ લઈને પાવન કાર્યક્રમ ૧૫,કાંકરેજ વિધાનસભા દ્વારા સરદાર @ ૧૫૦ અંતર્ગત “યુનિટી માર્ચ” એકતાયાત્રા/પદયાત્રાનું આયોજન આજરોજ તા. ૧૮/૧૧/૨૦૨૫ ને મંગળવાર ના રોજ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ સભાને સંબોધી થરા સ્ટેટમાજી રાજવી ઠાકોર સાહેબ વાઘેલાચંદ્રસિંહજી વિજયસિંહજીનું અધ્યક્ષ કીર્તિસિંહ,પાટણ જિલ્લા ભાજપ પૂર્વપ્રમુખ દશરતજી ઠાકોર, પ્રાંતધિકારી, મામલતદાર, અણદાભાઈ પટેલ,ઈશ્વરભાઈ પટેલે ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. નિરંજનભાઈ ઠકકરે આભારવિધિ કરેલ ત્યારબાદ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.રેલીમાં વિનય વિદ્યા મંદિર, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના વિધાર્થીઓ શિક્ષકો,સામાજિક રાજકીય આગેવાનો સહીત તમામ સરકારી કર્મચારીઓ વિશાળ સંખ્યામા જોડાયા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!