GANDHINAGAR:ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી સહિત વિવિધ મંત્રીઓ સાથે વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરતા જીજ્ઞાસાબેન મેર

GANDHINAGAR:ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી સહિત વિવિધ મંત્રીઓ સાથે વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરતા જીજ્ઞાસાબેન મેર
ગાંધીનગર કમલમ્ ખાતે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતિ જીજ્ઞાસાબેન મેરે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્મા સાથે શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા હતા. સાથો સાથ ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા, રાજ્યકક્ષાના મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર સાથે શુભેચ્છા મુલાકાત કરી વિસ્તારના શિક્ષણ માટે સરકારી માધ્યમિક શાળાની,પાણી પુરવઠા અને જળ સિંચાઈની,રોડ રસ્તા સહિતના વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.








