GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ‘હર ઘર તિરંગા’ અભિયાનઃ ભડલી પ્રાથમિક શાળામાં ‘તિરંગા યાત્રા’ યોજાઈ

તા.૧૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: હાલ રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ ચાલી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશ મુજબ વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. વિંછીયા તાલુકાના ભડલી ગામે પ્રાથમિક શાળા દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શાળાના છાત્રો જોડાયા હતા.
આ તકે શાળામાં છાત્રો માટે ચિત્રસ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ વિવિધ ચિત્રો થકી દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત બાલિકાઓ દ્વારા શાળામાં સુંદર રંગોળી પણ કરવામાં આવી હતી.







