સુરેન્દ્રનગર જિલ્લાના મીડિયાકર્મીઓ માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
સુગર, લીવર, કિડની, થાઇરોઇડ બી-12 સહિતના ૩૫થી વધુ સ્વાસ્થ્ય પરીક્ષણો કરાવતા મીડિયાકર્મીઓ

તા.18/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પત્રકારોના સ્વાસ્થ્યની દરકાર લઈ લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની સંવેદનશીલ પહેલ, ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમને ધ્યાનમાં રાખીને રાજ્યના મીડિયા કર્મીઓના સ્વાસ્થ્યની દરકાર લેવાના ઉદ્દેશ્યથી ‘ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયાની થીમ પર એક વિશેષ “હેલ્થ ચેકઅપ” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાતની વિભાવના અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકાર મિત્રોને મજબૂત બનાવવા માટે આ પહેલ કરવામાં આવી છે એક કદમ સ્વસ્થ ભારત તરફના સૂત્ર સાથે શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત, સુરેન્દ્રનગર જિલ્લામાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે આ નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો મીડિયાકર્મીઓ દિવસ-રાત જોયા વિના લોકો સુધી સમયસર અને સચોટ માહિતી પહોંચાડવાની પોતાની ફરજ બજાવે છે જેના કારણે તેમનું વ્યક્તિગત સ્વાસ્થ્ય ઘણીવાર અવગણાય છે આ પડકારને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં મીડિયા કર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવાનું સરાહનીય પગલું ભર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા ‘ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ અભિયાનના ભાગરૂપે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સતત બીજા વર્ષે ગુજરાત ભરમાં આ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન’ના લક્ષ્યને વધુ વેગ આપે છે સુરેન્દ્રનગર ખાતે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના અનેક પત્રકારોએ ઉત્સાહ પૂર્વક સહભાગી બનીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી હતી આ કેમ્પમાં મીડિયાકર્મીઓના સંપૂર્ણ સ્વાસ્થ્યની તપાસ માટે વિવિધ પ્રકારના અદ્યતન પરીક્ષણો નિઃશુલ્ક પૂરા પાડવામાં આવ્યા હતા જેમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (CBC), બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન ટેસ્ટ (LFT), લિપિડ પ્રોફાઈલ, કિડની ફંકશન ટેસ્ટ (KFT), એસ. યુરિક એસિડ, કેલ્શિયમ, હોર્મોનલ ટેસ્ટ, વિટામીન બી-12 અને વિટામિન-ડી સહિતના બ્લડ રિપોર્ટ્સ સામેલ હતા આ ઉપરાંત, ડાયાબિટીક માર્કર ટેસ્ટ અને ૩૫ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ માટે એક્સ-રે ચેસ્ટ તથા ઈસીજી (ECG) જેવા આવશ્યક પરીક્ષણો પણ વિના મૂલ્યે કરવામાં આવ્યા હતા જે તણાવ અને બેઠાડુ જીવનશૈલી સંબંધિત સ્વાસ્થ્ય જોખમોની વહેલી ઓળખ કરવામાં મદદરૂપ થશે આ સફળ આયોજન પાછળ સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક પ્રશાંતભાઈ ત્રિવેદીની ટીમ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન કલ્પેશભાઈ સંઘવીની ટીમનો સક્રિય સહયોગ રહ્યો હતો કેમ્પને સફળ બનાવવા માટે રેડક્રોસ સોસાયટીના સ્ટાફ અને તેમની ટીમના સહયોગથી ઇન્ડિયન રેડક્રોસ ટ્રસ્ટ સોસાયટી ગુજરાત શાખાની અમદાવાદની ટેક્નિકલ ટીમના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થયો હતો ‘સ્વસ્થ ગુજરાત’ અને ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાની આ મુહિમમાં લોકશાહીનો ચોથો સ્તંભ પણ સ્વસ્થ અને સશક્ત રહે, તે દિશામાં આ હેલ્થ ચેકઅપ કેમ્પ એક પ્રેરક અને સકારાત્મક પગલું છે જે અન્ય ક્ષેત્રોના કર્મીઓ માટે પણ સ્વાસ્થ્ય જાગૃતિનો માર્ગ ચીંધશે.





