DASADAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ગામે સી.સી. રોડનું નિર્માણ કાર્ય શરૂ

તા.18/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સીમેન્ટ કોન્ક્રીટ સી.સી. રોડની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ વિકાસ કાર્ય અંતર્ગત હાલમાં સબગ્રેડ ટોપ લેવલ કટિંગનું કાર્ય ચાલી રહ્યું છે જે માર્ગ નિર્માણની પ્રક્રિયામાં પાયાનું અને મહત્વપૂર્ણ કાર્ય છે સબગ્રેડ એ રોડના મજબૂત આધાર માટે તૈયાર કરવામાં આવતો પાયો છે જેના પર રોડનું સંપૂર્ણ ભારણ ટકેલું હોય છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુણવત્તા યુક્ત કામગીરી થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે આ સી.સી. રોડ બનવાથી ગામના લોકોને અવરજવર માટે વધુ ટકાઉ, સરળ અને આરામદાયક રસ્તો ઉપલબ્ધ થશે જેનાથી સ્થાનિક પરિવહનમાં નોંધપાત્ર સુધારો થશે આ વિકાસ કામથી પાટડી ગામની માળખાગત સવલતમાં વધારો થશે.




