MORBI:મોરબી ચકચારી વજેપર સ.નં.૬૦૨ જમીન કૌભાંડ કેસમાં આરોપી ભરતભાઈ પોલજીભાઈ દેગામાં જામીન મુકત.

MORBI:મોરબી ચકચારી વજેપર સ.નં.૬૦૨ જમીન કૌભાંડ કેસમાં આરોપી ભરતભાઈ પોલજીભાઈ દેગામાં જામીન મુકત.
આ કામેની ફરીયાદ એ રીતે કે આ કામના આરોપીઓએ એકબીજા સાથે મળી ફરીયાદીના પીતાજી બેચરભાઈની વજેપર ગામની સર્વે નં. ૬૦૨ વાળી ખેતીની જમીન જે-તે સ્થીતીમાં હોય અને વારસાઈ કરાવેલ ન હોય જેનો ફાયદો ઉઠાવી, આરોપી નં. ૧ શાંતાબેન, એ ફરીયાદીના માતાપીતાના મરણના ખોટા દાખલા બનાવી, ખરા તરીકે ઉપયોગ કરી, ખોટા વારસાઈ પેઢી આંબો બનાવી, ફરીયાદીના પીતાના ખોટા વારસદાર તરીકે પોતાના નામની ખોટી વારસાઈ એન્ટ્રી કરાવી ફરીયાદીની વડીલો પાર્જીત ખેતીની જમીન બારોબાર આરોપી નં.૨- સાગરભાઈને વેચાણ દસ્તાવેજ કરી દેતા. બન્ને આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી ફરીયાદીની વડીલોપાર્જીત કીંમતી જમીન પચાવી પાડવા ગેરરીતી કરી ગુનો કર્યાની ફરીયાદી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ. સદરહુ કામે પોલીસ તપાસ દરમીયાન આરોપી ભરત પોલજીભાઈ દેગામાને આરોપી બનાવી ઘરપકડ કરવામાં આવેલ અને મોરબી કોર્ટે આરોપીએ જેલ હવાલે કરતા આરોપીએ જામીન અરજી કરવા ગુજરાત હાઈકોર્ટના વકીલશ્રી હરીસીંહ વી. સોઢા ને રોકેલ.
આરોપીની જામીન અરજી નામ. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ચાલતા તે જામીન અરજી ના કામે ફરીયાદી અને આરોપી બન્ને પક્ષની તમામ દલીલના અંતે નામ. ગુજરાત હાઈકોર્ટે આરોપી તરફેની દલીલો માન્ય રાખી આરોપી ભરતભાઈ પોલજીભાઈ દેગામાને જામીન મુકત કરતો હુકમ કરેલ. આરોપી પક્ષે વકીલ તરીકે ગુજરાત હાઈકોર્ટના વકીલશ્રી હરીસીંહ સોઢા, સાથે જે.ડી. સોલંકી, કલ્પેશ ડી. સંખેસરીયા, જયેશ પટેલ. મયુર ડી. ઉભડીયા, પી.ડી.પરમાર, એન.પી.ચાવડા, જે.એસ.વાઢેળ, એચ.એલ.ચાવડા, દીપક મકવાણા, વિરેન્દ્રસિંહ રાઠોડ, વી.બી.છનીયારા, એ. એસ.અમૃતીયા, હીના સાગઢીયા રોકાયેલ હતા.







