દિયોદર પોલીસ મથકે બે ઈસમો વિરુદ્ધ લેખિત ફરિયાદ અપાઈ

દિયોદર પોલીસ મથકે બે ઈસમો વિરુદ્ધ લેખિત ફરિયાદ અપાઈ
અરમાન અધુરા : લાખણી ના ચાળવા ગામે યુવકને કન્યા અપાવવાનું કહી લાખો રૂપિયાની છેતરપિંડી
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
– મામા અને કાકાના દીકરાએ યુવક ને લગ્ન ની લાલચ આપી પૈસા પડાવ્યા હોવાનો આક્ષેપ
લાખણી તાલુકાના ચાળવા ગામે યુવક ને કન્યા લાવવી ભારે પડી છે જેમાં યુવકને કન્યા લાવવાની લાલચ આપી સગા મામા અને કાકાના દીકરાએ યુવક પાસે થી લાખો રૂપિયા પડાવી છેતરપિંડી આચરતા યુવક ને લગ્ન કરવાના અરમાન અધુરા રહ્યા છે જેમાં યુવકે મામા અને કાકાના દીકરા સામે કાર્યવાહી કરવા દિયોદર પોલીસ ને લેખિત ફરિયાદ આપી છે
જાણવા મળતી માહિતી મુજબ લાખણી તાલુકાના ચાળવા ગામે લગ્ન ઇચ્છુક યુવક ને તેના કુટુંબી મામા અને કાકાના દીકરાએ યુવક ને લગ્ન માટે કન્યા લાવવાની લાલચ આપી હતી જેમાં કોઈ અન્ય સ્ત્રીના ફોટા બતાવી યુવક ને લગ્ન કરાવી આપવાની લાલચ આપી કન્યા ના પરિવારજનો ને રૂપિયા આપવાનું કહી યુવક પાસે થી પહેલાં કપડાં લાવવા માટે દસ હજાર તેમજ કન્યા સાથે સગપણ નક્કી કરવા ના બહાને એક લાખ રૂપિયા રોકડા પડાવી છેતરપિંડી આચરી હતી જેમાં યુવકે આરોપીઓ ને કન્યા સાથે લગ્ન કરવાનું કહેતા આરોપીઓ એ ધમકી આપી હતી જેમાં યુવક ને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા યુવકે તેના મામા અને કાકા ના દીકરા ભાઈ પાસે રૂપિયા પરત માગતા આરોપીઓ એ જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનનાર સેધાભાઈ રામજીભાઈ રાજપૂતે દિયોદર પોલીસ મથકે આરોપી (૧) કિરણભાઈ રાજપૂત (૨) સુબાભાઈ રાજપુત વિરુદ્ધ લેખિત ફરિયાદ આપતા પોલીસે ભોગ બનનાર ને લેખિત ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે
– લગ્નના અરમાન અધુરા રહ્યા દૂધ આપનાર ભેંસ પણ લઈ ગયા
લગ્ન કરી આપવાની લાલચ આપી કુટુંબી મામા અને કાકાના દીકરાએ લગ્ન ઇચ્છુક યુવક પાસે થી કોઈ અન્ય સ્ત્રીના ફોટા બતાવી 1,10 ,000 રૂપિયા રોકડા પડાવ્યા બાદ આરોપીઓ યુવક ના ઘર આંગણે ઉભેલ ભેંસ પણ પડાવી ને લઈ ગયા હતા જ્યાં કન્યા લાવી આપવાની લાલચમાં યુવક છેતરાયો હતો
પોલીસ તંત્ર આવા આરોપી સામે કાર્યવાહી કરે : યુવક ની માતા
ભોગ બનનાર યુવક ની વિધવા માતાએ મીડિયા સમક્ષ જણાવેલ કે મારા દીકરા સાથે છેતરપિંડી થઈ છે મને મારા દીકરા ને કન્યા ના ખોટા ફોટા બનાવી અમારી પાસે થી પૈસા પડાવ્યા છે અમોએ વ્યાજે પૈસા લાવી આપ્યા હતા હવે અમો પૈસા ની માગણી કરીએ તો અમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે પોલીસ તંત્ર દ્વારા આવા આરોપી સામે અમારી ફરિયાદ લઈ કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે





