
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ ,તા-૧૯. નવેમ્બર : કચ્છ ના ભુજ ખાતે Accenture ના સહયોગ થી EDII દ્વારા માઈક્રો સ્કિલપ્રિન્યોરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (MSDP) પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે જે હેઠળ જરૂરિયાતમંદ બહેનો ને આજીવિકા મળી રહે તે હેતુસર કૌશલ્યવર્ધન તાલીમો કચ્છ જિલ્લા ના બહેનોને અલગ અલગ ક્રાફટમાં આપવામાં આવી રહી છે આવી જ એક તાલીમ EDII ના પ્રોજેક્ટ મેનેજર શ્રી દીપક પી. શેખા ના નેતૃત્વ હેઠળ ભુજ ખાતે ક્રોસિયા ની શરૂ થયેલ છે તા. ૧૮/૧૧/૨૦૨૫ થી તા. ૧૮/૧૨/૨૦૨૫ દરમિયાન જેમાં ભુજ ના ૫૫ બહેનો સહભાગી થયેલા છે જેઓ આ તાલીમ દ્વારા પોતાનું કૌશલ્યવર્ધન કરી અને આત્મનિર્ભર બની શકે અને પોતાની આજીવિકા જાતે જ મેળવી શકે એ હેતુસર આ તાલીમ આપવામાં આવી રહેલી છે અને આ પ્રકારની અનેક તાલીમો કચ્છ જિલ્લામાં વિવિધ ક્રાફ્ટમાં ચાલુ નાણાકીય વર્ષમાં EDII દ્વારા યોજાવાની છે જેમાં જિલ્લાના જરૂરિયાતમંદ બહેનો તેમજ યુવાવર્ગ નું કૌશલ્યવર્ધન થાય તેઓ આત્મનિર્ભર બને અને ઉદ્યોગસાહસિક બને તે હેતુસર આ રીતે અલગ અલગ પ્રકારની કૌશલ્યવર્ધન તાલીમો આપવામાં આવી રહેલી છે.



