TANKARA:ટંકારા “તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ખોડીયાર આશ્રમમાં થયેલી લૂંટમાં મળેલ મુદામાલ ‘મહંતશ્રીને પરત કરવામાં આવ્યો.

TANKARA:ટંકારા “તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ખોડીયાર આશ્રમમાં થયેલી લૂંટમાં મળેલ મુદામાલ ‘મહંતશ્રીને પરત કરવામાં આવ્યો.
ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક ખોડીયાર આશ્રમમાં ૩૦ જુલાઈની રાત્રે અજાણ્યા ચાર લૂંટારાઓએ મહંતને ડરાવી ધમકાવી ૮૭ હજાર રૂપિયાનો મૂદામાલ લૂંટી લીધો હતો. જે બાદ ટંકારા પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી આરોપીઓને પકડી તેમના પાસેથી કુલ રૂ.૫૫,૦૦૦/-નો મૂદામાલ કબજે કર્યો હતો. ત્યારે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ફરીયાદીને આ તમામ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે.
ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલા ખોડીયાર આશ્રમમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ટંકારા પોલીસે લૂંટમાં ગયેલ મુદામાલ ફરીયાદીને પરત સોંપ્યો છે. જે મામલે પ્રાપ્ત વિગતો મુજબ, તા. ૩૦ જુલાઈ ૨૦૨૫ની મોડી રાત્રે બે વાગ્યાના સમય ગાળામાં અજાણ્યા ચાર લૂંટારૂઓ ખોડલધામ આશ્રમના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા. મહંતશ્રી રામચરણદાસ માતાજી નારણદાસજીને છરી બતાવી ડરાવી ધમકાવ્યા બાદ તેમની પાસેની સોનાની કડી (મુંદરી), હાથમાં પહેરેલ ગેંડાનું કડુ, મોબાઇલ ફોન તેમજ રોકડા મળી કુલ રૂ. ૮૭,૦૦૦/-ની લૂંટ ચલાવી હતી. જે બાદ ફરીયાદી મહંતશ્રીએ આ અંગે તા. ૧૩ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ટંકારા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ખંત પૂર્વકની તપાસ બાદ પોલીસે લૂંટને અંજામ આપનાર આરોપીઓને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ગુનામાં ગયેલ મુદામાલ પૈકી રૂ. ૨૦ હજાર રોકડ, સોનાની કડી કિ.રૂ ૩૫,૦૦૦/- અને ચાંદી ચડાવેલું ગેંડાનું કડુ કિ.રૂ.૨૦૦/- મળી કુલ રૂ.૫૫,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.કોર્ટના હુકમ અનુસાર આજે તા.૧૮/૧૧ના રોજ આ મુદ્દામાલ ટંકારા પોલીસ દ્વારા મહંતશ્રીને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પરત સોંપવામાં આવ્યો હતો.







