લીંબડીના ધારાસભ્યના હસ્તે પાણશીણા ગામે રૂ.2.51 કરોડના ડામર રોડના કામનું ખાતમુહૂર્ત

તા.19/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હેઠળ લીંબડી તાલુકાના પાણશીણા ગામે જનસુખાકારી અને માળખાગત સુવિધાના ભાગરૂપે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના વરદ હસ્તે પાણશીણા ખાતે ડામર રોડના વિકાસકાર્યનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લીંબડી વિસ્તારના ગામોમાં ભૌતિક સુવિધાઓ વધારવા અને પરિવહન તેમજ કનેક્ટિવિટી સુધારવાના ઉમદા ઉદ્દેશ્યથી, આ નવનિર્મિત રોડ નેશનલ હાઈવે (N.H.) થી હડાળા રોડ (M.D.R.) સુધી અંદાજિત રૂ. ૨.૫૧ કરોડના ખર્ચે બનશે. આ રસ્તો તૈયાર થવાથી સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને અવરજવરમાં મોટી રાહત મળશે અને વિસ્તારના વિકાસને વેગ મળશે આ ખાતમુહૂર્ત સમારોહમાં લીંબડી વિસ્તારના અગ્રણીઓ રાજભા ઝાલા, હરપાલ સિંહ અને વજુભા રાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ, લીંબડીના નાયબ કાર્યપાલક ઈજનેર અને સેક્શન ઓફિસર પણ આ તકે હાજર રહ્યા હતા.




