સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં ખિસ્સા કાતરૂ તત્ત્વોનો ત્રાસ વધતા મુસાફરોમાં રોષ ફેલાયો.

તા.19/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં આવેલા મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં અવારનવાર મુસાફરોના ખીસ્સા હળવા થવાની ઘટનાઓ બનતી હોવાથી આસપાસના વિસ્તાના રહીશોએ બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા અને કાયમી પોલીસ સ્ટાફ મુકવાની રહીશોએ માંગ કરી છે સુરેન્દ્રનગર શહેરમાં આવેલુ મુખ્ય બસસ્ટેન્ડ જિલ્લાનું સેન્ટર પોઇન્ટ બસ સ્ટેન્ડ છે જેથી દરરોજ હજારો મુસાફરોની અહીથી અવર જવર થાય છે ત્યારે અવાર નવાર પેસેન્જરોના ખીસ્સા કપાવાની ગંભીર ઘટનાઓ બનતી આવે છે જે ઘટનાઓ અટકાવવા માટે કમેલશ કોટચા સહિતના યુવાનોએ વહેલી તકે એસટી બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમરા મુકવાની અને કાયમી પોલીસ સ્ટાફ મુકવાની માંગ કરી છે જેથી ખીસ્સા કાતરૂમાં ડર રહે અને ઘટના બને તો કેમેરાની મદદથી ખિસ્સાકાતરૂને ઝડપી લેવાય બીજી તરફ બસ મથક પરથી અનેક મહિલાબેન દીકરીઓની વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોવાથી તમામ મુસાફરોની સલામતી માટે કાયમી રીતે પોલીસ સ્ટાફ તૈનાત કરાય એવી પણ માંગ કરી હતી.




