Navsari: દિવ્યાંગ બાળકો/વ્યક્તિ માટે નવસારી જિલ્લાકક્ષાનો સ્પે.ખેલ મહાકુંભ યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૧૯: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નવસારી અને સમગ્ર શિક્ષા કચેરી ( I.E.D. વિભાગ) નવસારીનાં સંયુકત ઉપક્રમે દિવ્યાંગ બાળકો/વ્યક્તિ માટે જિલ્લાકક્ષા ખાતે સ્પે.ખેલ મહાકુંભની સ્પર્ધા યોજાનાર છે. જે મુજબ શ્રવણમંદ (HI) દિવ્યાંગો માટે આગામી તા. ૨૫-૧૧-૨૦૨૫, શારીરિક ક્ષતિગ્રસ્ત (OH) દિવ્યાંગો માટે તા.૨૬-૧૧-૨૦૨૫ અને માનસિક ક્ષતિગ્રસ્ત (MR) દિવ્યાંગો માટે તા.૨૯-૧૧-૨૦૨૫ના રોજ ધ.ના.ભાવસાર કુમાર શાળા, ગણદેવી ખાતે સ્પે.ખેલ મહાકુંભ યોજાશે. આ સાથે અંધજન દિવ્યાંગો માટે તા.૧૩-૧૨-૨૫ના રોજ સરદાર પટેલ હાઇસ્કુલ, જલાલપોર નવસારી ખાતે સ્પે.ખેલ મહાકુંભ યોજાનાર છે. જેના માટે રજીસ્ટ્રેશન સમય સવારે ૦૮.૦૦ કલાકે સ્થળ પર પહોચવાનુ રહેશે. સ્પે.ખેલ મહાકુંભ માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન બાકી હોય તે દિવ્યાંગો સ્થળ ખાતે જરૂરી પુરાવા રજુ કરાવી સ્પર્ધામાં ભાગ લઇ શકશે. વધુ જાણકારી માટે સંપર્ક અલ્પેશ પટેલ 9773148279, ગીરીશ ચૌહાણ 9726484019નો સંપર્ક કરવા નવસારી જિલ્લા રમત ગમત અધિકારીની અખબારીયાદીમાં જણાવાયું છે.




