GUJARATHALOLPANCHMAHAL

હાલોલ તાલુકાના વીટોજ ગામના હનુમાનિયા પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે તપાસ હાથ ધરી

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૯.૧૧.૨૦૨૫

હાલોલ તાલુકાના વાંસેતી ગામે સાસરીમાં રહેતી પરણિતા ત્રણ દિવસ પહેલા પિયરમાં જાઉં છું કહીને નીકળી હતી.પિયરમાં પોહચી ન હોવાથી તેની તપાસ કરતા પરિણીતાના ચંપલ રામેશરા નજીક થી પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલ પાસેથી મળતા કેનાલમાં તપાસ કરતા ત્રીજા દિવસે મૃત હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ સંદર્ભે પરિણીતાના પિતાએ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ ના આધારે પોલીસે હાલ અકસ્માત મોત નો ગુનો નોંધી પરણિતા ના મૃત દેહ ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી તપાસ હાથધરી હોવાનું જાણવા મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ હાલોલ તાલુકાના ગજાપુરા ગામ ના સુનિલભાઈ ઇન્દ્રજીતભાઈ પરમારની દીકરી ગાયત્રીબેન ના લગ્ન આથી છ માસ પહેલા હાલોલ તાલુકાના વાંસેતી ગામે રહેતા અક્ષયકુમાર સુરેશભાઈ પરમાર સાથે કર્યા હતા.જેમાં 16મી નવેમ્બરના રોજ ગાયત્રીના પતિ અક્ષય કુમાર સુનિલભાઈ સાંજના સમયે ઘરે ગજાપુરા આવ્યા હતા.ને સુનિલભાઈને પૂછ્યું હતું કે ગાયત્રી બાર વાગ્યા ના સમય ગાળામાં વાસેતી થી ગજાપુરા આવવા નીકળી હતી તે અહીં આવી છે ? તો તે અહીં આવી ન હોવાથી પરણિતા ગાયત્રીના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેની શોધખોળ આદરી હતી. દરમ્યાન રામેશરા નજીક થી પસાર થતી નર્મદા કેનાલ પાસે કોઈએ કોઈ ને કેનાલમાં કુદતા જોયા હોવાનું જનાવતા તેની શોધખોળ કરતા નજીકથી ચંપલ મળી આવેલ અને 18 મી નવેમ્બરના રોજ હનુમાનિયા ગામ પાસે નર્મદા કેનાલ ની ધાર પર કોઈ ની લાશ દેખાદેતા ગામ લોકોએ તેને બહાર કાઢતા બીજું કોઈ નહિ પણ ગાયત્રી ની હતી.જેથી તેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.બનાવ ની જાણ હાલોલ રૂરલ પોલીસ ને કરતા પોલીસે ઘટના સ્થળે અને હોસ્પીટલ ખાતે દોડી આવી હતી. પરિણીતાના પિતાએ આપેલી ફરિયાદ ના આધારે પ્રાથમિક તપાસ બાદ હાલ અકસ્માત મોત નો ગુનો નોંધી પરણિતા ના મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી તેમના પરિવાર ને સોંપ્યો હતો.વાતોવાત જાણવા મળેલી માહિતી મુજબ અક્ષય અને ગાયત્રી સ્કૂલમાં સાથે ભણતા હતા.અભ્યાસ બાદ અક્ષય ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.અને છ માસ પહેલા જ એક બીજાની પસંદગી થી તેઓ ના લગ્ન કરવામાં આવ્યા હતા. તેમ છતાં લગ્નજીવન ના ટૂંકા ગાળામાં જ ગાયત્રી એ એવું કેમ કર્યું હશે તેવા અનેકે પ્રશ્નો ઉભા થયા છે.

Back to top button
error: Content is protected !!