નવસારી: મહિલાએ તેમના દેરાણીને સમજાવવા માટે નવસારી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહિલા દ્વારા 181 અભયમ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરી જણાવેલ કે તેમના દેરાણી રોજ નાની-નાની બાબતને લઈ ઝઘડા કરે છે અને માનસિક ત્રાસ આપે છે તું મને ગમતી નથી ઘરમાંથી નીકળી જાવ એવા શબ્દો બોલે છે તેથી પીડિત મહિલા દ્વારા 181 પર કોલ કરી મદદ માંગી હતી
અભયમ ટીમ સ્થળ પર પહોંચતા પીડીતાએ જણાવ્યું હતું કે મારા લગ્નને એક વર્ષ થયું છે પરંતુ રોજ મારી દેરાણી કામ બાબતે કે અન્ય કોઈ બાબતને લઈ મને માનસિક ત્રાસ આપે છે અને ઘરમાંથી નીકળી જવા માટે કહે છે હું કંઈ પણ કામ કરું તો તેમને ગમતું ન હોવાથી મારા સાસુ સસરા ને પણ ચડામણી કરે છે જેથી મારુ ઘરમાં કોઈ સાંભળતું નથી મારા પતિ સમજાવવાની કોશિશ કરે છે પરંતુ તેમનું પણ કોઈ સાંભળતું નથી અને મને ઘરમાંથી નીકળી જવા માટે જણાવે છે હું પાર્લરનું કામ કરું છું જેથી બહાર જાઓ તો તેઓ મને ફરવા જાય તેમ કહી મેણા ટોણા મારે છે અને ઘરમાં મારી સાથે સારું વર્તન કરતા નથી ઘરમાં બોલતા પણ નથી. વધુમાં મને સુગર પ્રેસરની બીમારી હોવાથી કોઈ વાર ચક્કર આવી જાય તો તેઓ મને નાટક કરે એવું કઈ સંભળાવે છે તેમના દેરાણી ને પૂછતા જણાવેલ કે તેઓ મારી સાથે સારું વર્તન કરતા નથી તેમ જણાવતા બંને પક્ષને સમજાવેલ કે ઘરમાં નાના-મોટા ઝઘડાઓ થાય જેથી અબોલા થવું નહીં મળી સમજીને રહેવું ઘરમાં બધાને એકબીજાની જરૂર પડે ત્યારે ઘરના જ વ્યક્તિ કામ આવે છે બહારના વ્યક્તિ આવતા નથી જેથી એકબીજાનું કામ નહીં ગમતું હોય કે કોઈ બાબત નહીં ગમતી હોય તો પ્રેમથી એકબીજા સાથે ચર્ચા કરવી લડાઈ ઝઘડા કરવા નહીં નાની નાની બાબતના ઝગડા ઘર માં થતા હોય છે જેથી મગજ ઉપર લેવું નહીં અને હવે પછી સારી રીતે રહેવું આ રીતે બન્ને પક્ષને સમજાવી નિરાકરણ લાવવામાં અભયમ ટીમને સફળતા પ્રાપ્ત થઈ હતી .


