
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુુજ,તા-૧૯ નવેમ્બર : ખેડૂત ખાતેદારોને જણાવવાનું કે, ઓક્ટોબર-૨૦૨૫ના અંતમાં પડેલા વરસાદના કારણે થયેલી નુકસાનીના પગલે સરકારશ્રી દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ,જે ખેડૂતોને પાકમાં નુકસાન થયું હોય તેમણે ઓનલાઈન ફોર્મ ભરાવવાનું તા.૧૪/૧૧/૨૦૨૫, બપોરે ૧૨:00 વાગ્યે થી ૧૫ દિવસ માટે શરૂં થઈ ગયું છે. ખેડૂતશ્રી એ પોતાના ગામમાં VCE (કોમ્પુટર ઓપરેટર) મારફત જ અરજી કરવાની રહે છે.અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ- આધાર કાર્ડ, ૭-૧૨,૮-અની નકલ, બેંક પાસબુક, વાવેતરનો દાખલો (તલાટીશ્રી પાસેથી મેળવવાનો રહેશે), સંમતિ પત્ર ( સંયુક્ત ખાતેદારના કિસ્સામાં), અરજી સાથે આ બધા જ ડોક્યુમેન્ટ ખેડૂતમિત્રોને જોડવાના રહેશે (ડોક્યુમેન્ટ વગર ફોર્મ સ્વીકારવામાં નહીં આવે),ખાસ નોંધ – એક ખાતામાં એક જ ખેડૂત ફોર્મ ભરી શકશે. સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં અન્ય ખાતેદાર ખેડૂતશ્રીઓ એ પોતાની સહમતી આપવાની રહેશે. ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજુ કરાવવાનું રહેશે. તેમાંથી કોઈપણ એક જ વારસદાર ફોર્મ ભરી શકશે તથા બાકીના વારસદારો તથા અન્ય ખાતેદારોની સહમતિનું સોગંદનામું રજુ કરી અરજી કરી શકશે.સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને આ રાહત પેકેજનો લાભ મળવાપાત્ર નથી. ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા પુરી થયા બાદ કોઈ પણ ખેડૂતના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. તેથી ખેડૂતમિત્રોએ પોતાની અંગત જવાબદારી લઈ ફોર્મ ભરાવવું.ઉપરોક્ત સૂચનો ખાસ ધ્યાને લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા તમામ ખેડૂત મિત્રોને અનુરોધ કરવામાં આવે છે.



