
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૯ નવેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ રોડ રસ્તાની રીસર્ફેસીંગ અને સમારકામની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે, ત્યારે માંડવી તાલુકાના નાની વિરાણી થી ફિલોણ ગામોને જોડતા ૨.૦ કિ.મી. લંબાઈના તેમજ ૧૮૮ ની વસ્તી ધરાવતા એવા ફિલોણ ગામ માટે મહત્વના વિરાણી-ફિલોણ માર્ગનું નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.
આ માર્ગ બાબતે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ સરકારમાં રજૂઆત કરતાં ગુજરાત સરકાર દ્વારા વિરાણીથી ફિલોણ ગ્રામ્યમાર્ગના નવીનીકરણ માટે ૭૦.૦૦ લાખ જેટલી રકમ મંજૂર કરવામાં આવી હતી. આ માર્ગનું નવીનીકરણ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ માંડવીના નાયબ કાર્યપાલક ઇજનેર એમ. એચ. ખાનના માર્ગદર્શન તેમજ સેક્શન અધિકારી અલ્પેશભાઈ બાંભણિયાની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે.




