
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અંતરિયાળ વિસ્તારમાં આવેલી શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ(કાગડા મહુડા), લુસડીયા ક્યુ.ડી.સી કક્ષાના કલા મહોત્સવમાં ઝળકી
શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ ખાતે લુસડિયા ક્યુડીસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો, કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને ધૂનથી કરવામાં આવી, શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલે સૌનું હાર્દિક સ્વાગત તેમજ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી, ક્યુડીસી કન્વીનર તેમજ આચાર્ય ઓનું સુતરની આંટીથી સ્વાગત કરવામાં આવ્યું, ફાધર દાસ અને ભુપેન્દ્રભાઈ ડામોરે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી, કલા ઉત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં ક્યુડીસી ની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ એ ઉત્સાહથી ભાગ લીધો, કુંડોલ હાઇસ્કુલ ની વિદ્યાર્થીની ગમાર નેહાબેન રેવાભાઈ એ બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવેલ, કટારા દીપિકાબેન શંકરભાઈએ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવેલ, હળવું કંઠ્ય સંગીતમાં બીજો નંબર હોથા રશ્મિકાબેન પ્રકાશભાઈ તેમજ સંગીત વાદન સ્પર્ધામાં બીજો નંબર વરસાત હરદેવીબેન મહેન્દ્રભાઈએ મેળવી શાળાનું નામ રોશન કરેલ છે, સમગ્ર સ્પર્ધકો તેમજ માર્ગદર્શક શિક્ષક ધ્રુવભાઈ પટેલ અને નિકુંજભાઈ ગોસ્વામીને શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલે બિરદાવ્યા હતા, સૌ વિદ્યાર્થીઓ અને સૌ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક કલા ઉત્સવ ની ઉજવણી કરી





