
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.
માંડવી, તા-08 ડિસેમ્બર : માંડવીના રોટરી ક્લબ ખાતે રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અજીજભાઈ સાંધની અધ્યક્ષતામાં સન્માન અને સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમના પ્રારંભે એફ. એસ. નોડે દ્વારા રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન વિશે માહિતી આપવામાં આવી હતી.સ્વાગત પ્રવચન માંડવી તાલુકા પ્રમુખ ડો. રમેશ મહેશ્વરી એ કર્યો હતો.પ્રાસંગિક પ્રવચન પ્રદેશ અધ્યક્ષ અજીજભાઈ સાંધ તથા હોદ્દેદારોએ કર્યો હતો ત્યારબાદ મુંદરા તાલુકાના લીગલ એડવાઈઝર ઈમરાન ભાઈ મેમણે જણાવ્યું હતું કે ભારતીય બંધારણમાં દરેક માનવ માટે અધિકારો આપવામાં આવ્યા છે. જેની સંપૂર્ણ જાણકારી મેળવવી જરૂરી છે. ઘણા લોકોને પોતાના અધિકારો વિશે સમજણ નથી તેવા દરેક વર્ગના લોકોને તેમના અધિકારો વિશે જાણકારી આપી, તેમના અધિકારો અપાવવા રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન તેમની સાથે રહેશે. અને કોઈ વ્યક્તિ સાથે અન્યાય ન થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેશે. તે માટે આ સંગઠનને વિશાળ અને મજબૂત બનાવવા અપીલ કરી હતી.ત્યારબાદ માંડવી તાલુકા અને શહેરના નવા નિમાયેલા હોદ્દેદારોનો સન્માન કરવામાં આવ્યો હતો .જેમાં માંડવી તાલુકા પ્રમુખ ડો. રમેશભાઈ મહેશ્વરી નો પ્રદેશ અધ્યક્ષ અજીજભાઈ સાંધ, માંડવી તાલુકા ટીમ ઓફિસર અલીમામદભાઈ નોડેનો શંકરભાઈ મહેશ્વરી, માંડવી તાલુકા ઉપ-પ્રમુખ કાદરભાઈ મથડાનો દામજીભાઈ ધુઆ, તથા માંડવી તાલુકા મહિલા પ્રમુખ અલ્ફાનાબેન કુંભારનો જિલ્લા પ્રમુખ ધર્મિષ્ઠાબા ગોહિલ અને રતનબેન ધેડાના હસ્તે સન્માન કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુંદરા તાલુકાના ઉપપ્રમુખ કાસમ ખલીફા, હમીરભાઈ ધેડા, દામજીભાઈ ધેડા, પરેશભાઈ સોધમ, સુજાન સાંધ, ઇમરાન જુણેજા, વિક્રમસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન એફ. એસ. નોડે તથા આભાર વિધિ જકરીયાભાઇ કુંભારે કરી હતી.







