ARAVALLIGUJARATMODASA

મોડાસા : સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ICDS વિભાગ ધ્વારા પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મોડાસા : સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ICDS વિભાગ ધ્વારા પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

મોડાસા તાલુકાના ઝાલોદરથી મોડાસા ટાઉનહોલ સુધી યોજાયેલ અંદાજિત ૧૦ કિમીની પદયાત્રામાં અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત યુવાઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા એકતા અને અખંડિતતાના શિલ્પીના પ્રતિક સમાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ૩૧ મોડાસા વિધાનસભા વિસ્તારની પદયાત્રાને મહાનુભાવોએ સરદાર પટેલનું પ્રતિમાને સુરતની આંટી પહેરાવી અંગે પુષ્પ અર્પણ કરી પદયાત્રાનું ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

મોડાસા વિધાનસભા વિસ્તારની પદયાત્રા મોડાસા તાલુકાના ઝાલોદરથી શરૂ થયેલી પદયાત્રામાં વંદે માતરમ તથા ભારત માતા કી જયના જયઘોષ સાથે સાકરીયા અને આનંદપુર કંપા થઈને મોડાસા ટાઉનહોલ પહોંચી જ્યાં ઠેરઠેર પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી જિલ્લા ICDS વિભાગ ધ્વારા તેમજ મોડાસા તાલુકાના ઘટક કચેરી ના કચેરીના CDPO સહિત તાલુકાની કાર્યકર બહેનો ઘ્વારા સાકરિયા ગામ પાસે પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું બીજી તરફ આ પદયાત્રામાં મોડાસા તાલુકાની આંગણવાડી કેન્દ્રો ની કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનો પણ જોડાઈ હતી જિલ્લા કચેરી ICDS કચેરી ખાતેના અધિકારી સહિત સ્ટાફ પણ પદયાત્રામાં જોડાયો હતો

યુનિટી માર્ચ પદયાત્રા સમગ્ર રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, સરદાર પટેલના જીવનકવન અને સ્વદેશીને પ્રોત્સાહિત કરતું નાટક પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!