AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાને એક જ દિવસમાં વધુ ચાર નવી બસ ફાળવતા મુસાફર જનતામા ખુશીની લહેર…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈને લીલીઝંડી આપી

ડાંગ જિલ્લામા વાહન વ્યવહારની સ્થિતિ સુગમ બને અને અંતરિયાળ તમામ ગામો મુખ્ય મથકો સાથે સીધા કનેક્ટ થઈ શકે તે માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના નેતૃત્વમાં ડાંગ જિલ્લાને નવી બસો ફાળવવામાં આવી રહી છે.

ગત એક સપ્તાહમાં આવી કુલ પાંચ નવી બસો ફાળવી વિવિધ રૂટ ઉપર દોડતી થતા ડાંગ જિલ્લાની મુસાફર જનતામાં ખુશીની લહેર પ્રસરી છે.

વલસાડ એસટી વિભાગીય કચેરી હસ્તકના ડાંગ જિલ્લાના આહવા એસ ટી ડેપોને મળેલી પાંચ મીડી બસો પૈકી આહવા-પોળસમાળ અને આહવા-ઝરીનુ થોડા દિવસ અગાઉ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયુ હતુ. જ્યારે આજે તા.૨૨ ઓગસ્ટને શુક્રવારે વધુ ચાર મીડી બસને ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ નિર્મળાબેન ગાઇને લીલીઝંડી આપી મુસાફર જનતાને સમર્પિત કરી હતી.

નવી શરૂ થયેલી ચાર બસ (૧) આહવાથી વ્યારા, (૨) પીપલદહાડ થી વ્યારા, (૩) હાડોળથી આહવા અને (૪) વાંસદા-સુબીર શિંગાણા ફાટા રૂટ પર દોડશે.

આ લોકાર્પણ પ્રસંગે ન્યાય સમિતિના ચેરમેન નીલમબેન ચૌધરી, આહવા સરપંચ હરિચંદ ભોંયે, સામાજિક કાર્યકરો સર્વશ્રી કમલેશ વાઘમારે, કમલાબેન રાઉત, હીરાભાઈ રાઉત, વનીતાબેન ભૂપેશ પટેલ, લક્ષ્મીબેન, સિદ્ધાર્થ હીરે, કલ્પનાબેન વાઘેલા અને દિલીપભાઈ પીપળે સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!