GUJARATTHARADVAV-THARAD

થરાદ તાલુકા સહકારી સંઘ ખાતે ડીડીઓની અચાનક મુલાકાત યુરિયા ખાતર વિતરણ વ્યવસ્થા અંગે વિગતવાર સમીક્ષા

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ તાલુકા સહકારી ખરીદ–વેચાણ સંઘ ખાતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અચાનક મુલાકાત લેતા ખાતર વિતરણની સમગ્ર વ્યવસ્થાની માહિતી મેળવી હતી. રવિ સિઝનની વચ્ચે ખેડૂતોને યુરિયા ખાતરની વધતી જતી માંગને લઈને લંબાતી લાઈનો અંગે અધિકારીએ વિસ્તૃત માહિતી મેળવી તપાસ કરી હતી.

 

મુલાકાત દરમ્યાન DDO સાહેબ સાથે ખેતીવાડી અધિકારી બેન થરાદ પણ હાજર રહ્યા હતા. થરાદ તાલુકા સંઘના મેનેજર જગદીશભાઈ ત્રિવેદીએ યુરિયા ખાતર વિતરણની પ્રણાલી તેમજ સંઘને ભોગવવી પડતી મુશ્કેલીઓ અંગે માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજકોમાસોલમાં 1000 ટન યુરિયા માટે માગણી કરી એડવાન્સ ચુકવણી પણ કરી દેવામાં આવી છે જેથી દરેક ખેડૂતોને સમયસર ખાતર સપ્લાય મળી રહે.

 

આજે જ સંઘમાં યુરિયા ખાતરની એક ગાડી આવી પહોંચતાં વિતરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. DDO સાહેબે લાઈનામાં ઉભેલા વાવ–થરાદ–સુઈગામ–ભાભર ગામોના ખેડૂતો તેમજ મહિલા ખેડૂત બહેનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી અને સંઘના કર્મચારીઓને કાર્યક્ષમ વિતરણ અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.

 

સંઘ દ્વારા લાઈન મુજબ દરેક ખેડૂતને વારાફરતી પાંચ-પાંચ બેગ યુરિયા આપવામાં આવી રહી હોવાનું મેનેજર એ જણાવ્યું હતું. વહેલી સવારથી આવેલા ખેડૂતો માટે ચા-પાણીની સુવિધા પણ સંઘ દ્વારા કરવામાં આવી હતી.

 

ખેડૂતોએ જણાવ્યું હતું કે રવિ સિઝનની વચ્ચે સમયસર યુરિયા ખાતર મળે તે ખૂબ જ જરૂરી છે, ચોમાસાની નિષ્ફળતા બાદ હાલનું ખાતર તેમને ખેતી બચાવવા માટે અત્યંત મહત્વનું છે. સંઘની વિતરણ વ્યવસ્થાથી ખેડૂતોએ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.

 

 

 

 

Back to top button
error: Content is protected !!