GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી:ધામણ સરકારી માધ્યમિક શાળા”પ્લાસ્ટિક મુક્ત શાળા”ને વર્લ્ડ વાઇઝ બુક ઓફ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર એનાયત..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૦: નવસારી જિલ્લાના ધામણ ગામની ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલને પર્યાવરણ સુરક્ષા માટે કરવામાં આવેલા વૈશ્વિક સ્તરના અભિયાનમાં મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી અનોખું યોગદાન આપ્યું છે. ૧ જુલાઇ ૨૦૨૫ના રોજ કડવંજ, ગુજરાત ખાતે યોજાયેલા આ વિશાળ અભિયાનમાં કુલ ૫૧,૦૦૦ વિદ્યાર્થીઓએ મળીને ૩,૫૦,૦૦૦ પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ્સ એકત્રિત કરી વૈશ્વિક રેકોર્ડ રચ્યો હતો. આ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાની માધ્યમિક શાળા ધામણ દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો હતો. આ અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓએ ૧૦૦૦ હજાર જેટલી બોટલો ભેગી કરી રીસાઇકલ કરી હતી. જેના પરીણામે વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા માધ્યમિક શાળા ધામણ અને તેમના શિક્ષિકાને ‘અમારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા’ અંતર્ગત પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે.

આજે સૌથી મોટી પર્યાવરણીય વૈશ્વિક સમસ્યા છે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નિકાલ છેલ્લા એક દાયકામાં પર્યાવરણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ખોટા ઉપયોગથી કેન્સર અને એના જેવા ભયંકર રોગોનું પ્રમાણ ખૂબ વધ્યું છે. દરિયામાં, નદીમાં,તળાવમાં જયા જુવો ત્યાં પોલીથીન પ્લાસ્ટિક દેખાય છે. જેને લીધે જમીનનુ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે.આમને આમ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ વધતો રહેશે તો સમગ્ર જીવસૃષ્ટિ પર તેની હાનિકારક અસરો થશે તેથી દરેક દેશના નાગરિકોએ આ વૈશ્વિક સમસ્યા હલ કરવી જરૂરી છે.

આ સમસ્યાને ઓછી કરવા સરકારશ્રી દ્વારા ‘સ્વચ્છતા હિ સેવા’ અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા જાગૃતિ અભિયાન ઉપાડ્યું છે. સરકાર દ્વારા ઉપાડેલ આ સરાહનિય અભિયાનને રાજ્યની તમામ શાળાઓ દ્વારા વધાવી લેવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શાળાના બાળકોને નાનપણથી જ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, તેને રીસાયકલ કરવાની ટેવો વિકસાવવામાં આવી છે. આટલુ જ નહી, બાળકો ઘરે પણ નકામી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ સજાવટની ચિજ વસ્તુઓ બનાવવામાં તથા શાકભાજી કે બજાર લેવા માટે કાપડની થેલીનો ઉપયોગ કરે એવા સંદેશા ઘરે આપે તેવું મહાઅભિયાન ચાલુ કર્યું હતું.

સમગ્ર ગુજરાત રાજ્યની શાળાઓમાં મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું જેમાં શરૂઆતમાં ૩૦૦૦ શાળાના ૦૨ લાખ બાળકો અને ૨૫૨૫ શિક્ષકો દ્વારા સિંગલ યુઝ પોલીથીન નકામી પ્લાસ્ટિકની બોટલોને રીસાઇકલ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

માધ્યમિક શાળા ધામણના મદદનીશ શિક્ષક બીજુબાલા એ.પટેલ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમારી શાળા નવસારી જિલ્લાની માધ્યમિક શાળા ધામણના ધોરણ ૦૯ અને ૧૦ના ૨૪ બાળકોએ આ અભિયાન અંતર્ગત ૧૦૦૦ બોટલોને રીસાઇકલ કરી ‘પ્લાસ્ટિક મુક્ત ગુજરાત’માં જોડાઈ શાળાને પ્લાસ્ટિક મુક્ત બનાવી હતી. આ બોટલોનો ઉપયોગ અમે શાળાના બાગ બગીચામાં દિવાલ બનાવવામાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ કામગીરીનો સમગ્ર અહેવાલ શાળા દ્વારા સરકારશ્રી સહિત વર્લ્ડ વાઈડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સબમિટ કરવામાં આવ્યો હતો. ૧ જુલાઇ ૨૦૨૫ના રોજ કડવંજ, ગુજરાત ખાતે યોજાયેલા આ વિશાળ અભિયાનમાં કુલ ૫૧,૦૦૦ વિદ્યાર્થીઓએ મળીને ૩,૫૦,૦૦૦ પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ્સ એકત્રિત કરી વૈશ્વિક રેકોર્ડ રચ્યો હતો. આ અભિયાનમા અમારી શાળાના વિદ્યાર્થીઓએ ૧૦૦૦ પ્લાસ્ટીક બોટલો રીસાઇકલ કરતા સમગ્ર પ્રયોગ સફળ રહેતા વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર માધ્યમિક શાળા ધામણને એનાયત કરવામાં આવ્યો છે.

નવસારી જિલ્લાની શાળા દ્વારા આ અભિયાનમા સફળતા પુર્વક ભાગીદારી નોંધાવતા રાજ્યની અનેક શાળાઓને પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવાના અભિયાનને વેગ મળ્યું છે.

 

Back to top button
error: Content is protected !!