
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
વલસાડના રાખોડીયા તળાવ વિસ્તારમાં આવેલી આંગણવાડી, જેનો નિર્માણ કાર્ય ફક્ત 7 મહિના પહેલા પૂર્ણ થયું હતું, તેનો પોપડો તૂટી પડવાની ઘટના સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સદભાગ્યે કોઈ બાળકને ઈજા ન થતા મોટી જાનહાની ટળી હતી, પરંતુ આ બનાવે કાર્યપદ્ધતિમાં રહેલા ભ્રષ્ટાચાર અને બેદરકારીની પોલ ખોલી નાખી છે.મാധ്യമો સાથેની વાતચીતમાં સામાજિક આગેવાન ડૉ. નિરવ પટેલે જણાવ્યું કે રાજ્યની સરકારી શાળાઓ અને આંગણવાડીઓની દયનીય સ્થિતિ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ગંભીર બની રહ્યું નથી. “જ્યારે અમે લોકોની વેદના પહોંચાડવા કડક ભાષાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સિસ્ટમ વિરોધી કહી જુઠ્ઠા કેસોમાં અમને ફસાવવામાં આવે છે, જ્યારે વાસ્તવિક ભ્રષ્ટાચારીઓ સામે કોઈ કડક પગલા લેવાતા નથી,” એમ તેમણે જણાવ્યું.ડૉ. નિરવ પટેલે વધુમાં જણાવ્યું કે:રાનકુવા ગામની નવી શાળામાં સ્લેબ નીચે નમી ગયેલી હોવાની માહિતી ગ્રામજનો આપી રહ્યા છે.વલસાડ–નવસારી સહિત આદિવાસી વિસ્તારોમાં અનેક આંગણવાડીઓ અત્યંત જોખમી હાલતમાં છે.અનેક જગ્યાએ બાળકો બિલ્ડિંગના અભાવે ડેરી, પડોશના ઘરો કે ખુલ્લામાં ભણવા મજબૂર છે.ઘણી આંગણવાડીઓ અધકચરી હાલતમાં ઉભી છે અને તેમનું કામ અટકેલું છે.“દેશના ભવિષ્ય એવા બાળકોને આવી અસુરક્ષિત અને અયોગ્ય પરિસ્થિતિઓમાં ભણવું પડે એ સ્વીકાર્ય નથી,” એમ ડૉ. નિરવ પટેલે નોંધ્યું. તેમણે જણાવ્યું કે ભ્રષ્ટાચાર એટલો બેફામ બની ગયો છે કે કાનૂનનો ડર જ રહ્યો નથી. અન્ય રાજ્યોમાં બનતી લાંચલીછપટની ઘટનાઓની જેમ જ અહીં પણ સ્થિતિ ગંભીર છે.ડૉ. પટેલે તાજેતરમાં મધ્ય પ્રદેશમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો જેમાં એક યુવકે મેયરના કાર્યક્રમમાં લાંચ માંગવામાં આવતા પુરાવો રૂપે લાઉડસ્પીકર પર ફોન કરાવતા કર્મચારી બિન્દાસ લાંચ માંગતો સાંભળાયો હતો. “આવા ઉદાહરણો બતાવે છે કે ભ્રષ્ટાચાર હવે નિર્દય અને બેફામ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે,” એમ તેમણે ચિંતાવ્યક્ત કરી.તેમણે આગળ જણાવ્યું કે“મને સમજાતું નથી કે આ ભ્રષ્ટાચારીઓને રાત્રે જમવાનું કેવી રીતે ગળે ઉતરતું હશે?”ભ્રષ્ટાચારના કારણે Rajasthan જેવી દુર્ઘટનાઓ ક્યારેય ગુજરાતમાં ન બને એની કાળજી લેવી જરૂરી છે.”ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા ડૉ. નિરવ પટેલે કહ્યું કે pre-monsoon કામગીરી ‘ઠીક’ હોવાનું જણાવાયું છતાં દુર્ઘટના બની અને ત્યારબાદ રાજ્યભરમાં ઘણા બ્રિજ જોખમી હોવાનું સામે આવ્યું.એ જ રીતે શાળાઓ–આંગણવાડીઓમાં પણ સમયસર તકેદારીના પગલા લેવામાં આવે, બેદરકારી અને ભ્રષ્ટાચાર માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત બને, તેવી માંગ સાથે તેમણે મુખ્યમંત્રીને સત્તાવાર રજૂઆત કરી છે.



