GUJARATJUNAGADH

ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મતદારો ગણતરી ફોર્મ જમા કરે તે માટે જાગૃતિ અભિયાન

ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મતદારો ગણતરી ફોર્મ જમા કરે તે માટે જાગૃતિ અભિયાન

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખાસ સઘન સુધારણા અંતર્ગત કલેક્ટરશ્રી,જૂનાગઢ અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને કમિશનરશ્રી જૂનાગઢ મહાનગરપાલિકા ના સહિયારા પ્રયાસથી જૂનાગઢ જિલ્લાના શહેરી વિસ્તારના અંદાજિત એક લાખ કરદાતાઓ ને ગણતરી ફોર્મ વહેલી તકે બીએલઓશ્રીને જમા કરાવવા માટે ખાસ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું .જે અંતર્ગત મહાનગરપાલિકાના એક લાખથી વધુ કરદાતાઓને ટેક્સ મેસેજ મારફતે લોકો ફોર્મ જમા કરાવે એના માટે અપીલ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના મતદારોના ગણતરી ફોર્મસ ડિજિટાઈઝેશનની કામગીરી હાલ ચાલુ છે. આ સાથે આસિસ્ટન્ટ કલેક્ટર, કેશોદ, અને નાયબ જિલ્લા ચુંટણી અધિકારી,એન. ડી.ધુળા દ્વારા ફોર્મસ ડિજિટાઇઝેશન કામગીરીની સમીક્ષા બેઠક કરી હતી.જેમાં જિલ્લા પુરવઠા અધિકારી કે.બી.ગરસર તથા માંગરોળ, કેશોદ ના મામલતદાર, TDO, ચીફ ઓફિસર, ICDS અધિકારી ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે, SIR અંતર્ગત તા. ૨૦ સુધીમાં સુધી કુલ ૨૧ ટકા ફોર્મડિજિટાઈઝેશન કરવામાં આવ્યા છે . આ કામગીરીમાં મતદારો સહયોગ આપે તેવી સર્વે મતદારોને ખાસ અપીલ છે. મતદારો ફોર્મ વહેલી તકે જમા કરે અને ડ્રાફ્ટ યાદીમાં નામ નોંધાવો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!