કાલોલ ના સગનપુરા કરૂણેશ વિદ્યામંદિર શાળના વિદ્યાર્થીનો જિલ્લા કક્ષાએ યોજાયેલ તરણ સ્પર્ધામા ઉત્કૃષ્ટ દેખાવ.

તારીખ ૨૧/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં કરૂણેશ વિદ્યામંદિર શાળાના ઉર્જાવાન અને પ્રતિભાશાળી વિદ્યાર્થી લાલાભાઇ વિનોદભાઇ રાઠવા એ ઉત્તમ પ્રદર્શન કરી જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવીને અદભુત સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા માત્ર વિદ્યાર્થી માટે જ નહીં પરંતુ સંપૂર્ણ શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ બની છે .આ જિલ્લા સ્તરની સ્પર્ધામાં વિવિધ શાળાઓમાંથી અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કઠોર સ્પર્ધા વચ્ચે પણ આ વિદ્યાર્થીએ પોતાની તરણની આવડત , ધીરજ, અને નિષ્ઠાનો પરિચય આપીને શ્રેષ્ઠતા દર્શાવી હતી. તરણ ક્ષેત્રે વિદ્યાર્થીઓની કઠોર મહેનત અને નિયમિત પ્રેક્ટિસનું જ આ પરીણામ હોઇ શકે.વિજેતા વિદ્યાર્થીની આ સિદ્ધિ પાછળ આ શાળાની તમામ રમતગમત માટે સદાય અગ્રેસર એવા રણજીતસિંહ ચૌહાણનો ખુબ જ સિંહફાળો રહેલો છે ત્યારે આ તબક્કે શાળા/મંડળ પરીવારે તેમનો ખુબ જ આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત વિજેતા વિદ્યાર્થીના માતા–પિતાના પ્રોત્સાહન અને શાળાના સંસ્થાગત સહકારના મૂલ્યની પણ શાળા/મંડળ પરીવારે પ્રસંશા કરી હતી.શાળાનું ખેલમહત્વ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો આ એક વધુ સકારાત્મક પુરાવો છે.શાળા/મંડળ પરીવાર તરફથી લાલાભાઇ વિનોદભાઇ રાઠવાને હાર્દિક અભિનંદન પાઠવવામા આવ્યા તથા આગામી સમયમાં યોજાનાર રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.






