
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજ :- જંગલ જમીન પરનું 40 વર્ષ જૂનું ઝૂંપડું વનવિભાગે તોડી પાડ્યું ; ખેડૂત પરિવાર ઠંડીમાં નોંધારો — ખેડૂતના ગંભીર આક્ષેપ
અરવલ્લી જિલ્લામાં જંગલ વિભાગની જમીનો પર વર્ષોથી અનેક લોકો ભોગવટો કરી ખેતી અને વસવાટ કરતા હોવાની બાબત જાણીતો મુદ્દો છે. તે દરમિયાન મેઘરજ તાલુકાના પહાડીયા ગામ નજીક એક ગરીબ ખેડૂતના 40 વર્ષ જૂના ઝૂંપડાને વનવિભાગે તોડી પાડતા પરિવાર નોંધારો બની ગયો છે. ઘટનાને લઈને વનકર્મીઓ જે તે સમયે રૂપિયા લીધા હોવાના પણ આક્ષેપો કર્યા છે. જોકે સમગ્ર ઘટના હવે જે તે વિભાગનો તપાસનો વિષય છે
મેઘરજ તાલુકાના પહાડીયા ગામ નજીક ચંદુભાઈ નામના ખેડૂત છેલ્લા ચાર દાયકાથી જંગલની જમીન પર ભોગવટો ધરાવતા હતા. કાચા ઝૂંપડામાં પત્ની અને નાનાં બાળકો સાથે રહેતા ખેડૂત પરિવાર આકાશી ખેતી દ્વારા ગુજરાન ચલાવતા હતા. પરંતુ બુધવારે વહેલી સવારે વનવિભાગની ટીમ વાહનો સાથે સ્થળ પર પહોંચી ઝૂંપડું ખાલી કરાવી તોડી પાડ્યું હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે બીજી તરફ ચંદુભાઈએ આક્ષેપ કર્યો કે, “ગત વર્ષે વનવિભાગના કેટલીક વ્યક્તિઓએ ભોગવટો ચાલુ રાખવા માટે 40 હજાર રૂપિયા રોકડા લીધા હતા. આ વખતે પણ 50 હજારની માંગણી કરવામાં આવી હતી. હું આર્થિક રીતે નબળો હોવાથી રૂપિયા આપી શક્યો નહીં, તેથી મારું ઝૂંપડું તોડી પાડવામાં આવ્યું.”તેવા આક્ષેપ કર્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ જ વિસ્તારમાં જંગલની જમીન પર 40થી વધુ લોકો ઝૂંપડા બાંધી વર્ષોથી વસવાટ કરી રહ્યા છે, છતાં ફક્ત એક જ ખેડૂતનું ઝૂંપડું તોડાયું હોવાને કારણે પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે હવે વન વિભાગ સામે ખેડૂત ના આક્ષેપ ઊભા થતા અનેક સવાલો અને ચર્ચાઓ જામી છે






