
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ – રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહલગ્નના પાનેતર, શેરવાની વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલ ટાઉન હોલમાં રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહલગ્નના પાનેતર, શેરવાની વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમૂહલગ્નમાં જોડાનાર કુલ 111 યુગલોને વિવિધ જરૂરિયાતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. દીકરીઓને પાનેતર તેમજ દીકરાઓને શેરવાની આપવામાં આવી હતી, જેને લઈને પરિવારોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.આ સમગ્ર આયોજન અરવલ્લી જિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આવનારા ૧ મેના રોજ સમૂહલગ્નનું મુખ્ય આયોજન યોજાનાર હોવાથી હાલથી જ તૈયારીઓ તેજ બની ગઈ છે.કાર્યક્રમના સફળ આયોજનમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો મુખ્ય ફાળો રહ્યો હતો. તેમણે આયોજનને સફળ બનાવવા માટે ખાસ પ્રયત્નો કર્યા હોવાનું જણાવાયું છે.





