ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ તાલુકામાં યુરીયા ખાતરની અછત વર્તાઇ હોય તેવો ઘાટ :- મેઘરજમાં વહેલી સવારથી ખાતર માટે મહિલા અને પુરૂષોની લાઇનો લાગી

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં યુરીયા ખાતરની અછત વર્તાઇ હોય તેવો ઘાટ :- મેઘરજમાં વહેલી સવારથી ખાતર માટે મહિલા અને પુરૂષોની લાઇનો લાગી

મેઘરજ ખાતે યુરીયા ખાતર માટે વહેલી સવારથી સહકારી સંધ આગળ રોજ ખેડુતોની લાઇનો લાગી રહી છે
છેલ્લા પંદર દિવસથી ખેડુતો ખાતરની અછતને કારણે ભારે મુશ્કેલીયોનો સામનો કરી રહ્યા છે તેવા ખેડૂતોના આક્ષેપો છે સાથે ખાતર વગર પાક ઉત્યાદન પર અસર થવાની ભીતી સેવાઇ રહીછે ખેડુતો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે યુરીયા ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી રહી છે મેઘરજ ખાતે તાલુકાના ખેડુતો વહેલી સવાર થી યુરીયા ખાતર માટે લાઇનોમાં લાગ્યા હતા શિયાળુ ખેતી માં હવે સિંચાઈ પહેલાં યુરીયા ખાતર ખેડુતો જરૂરીયાત હોવાથી ખાતર માટે તાલુકા મથકે ખેડુતો રજળપાટ કરી રહ્યા છે જેમાં ખાનગી દુકાનદારોને દર બે થી ત્રણ દિવસે યુરીયા ખાતરનો પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે જ્યારે સહકારી સંસ્થાઓને છેલ્લા પંદર જેટલા દિવસથી યુરીયા ખાતરનો પુરવઠો પુરતો ન અપાતાં તાલુકાના ખેડુતો વધુ નાણાં ચુકવી કાળા બજારીયા ઓ પાસેથી ખાતર ખરીદી રહ્યા છે ખેડુતોએ તંત્ર સામે આક્ષેપ કરતાં જણાવ્યુ હતુ કે ઉપરથી ખાતરનો પુરવઠો ખાનગી દુકાનદારોને વધુ ફાળવવામાં આવે છે અને સહકારી સંસ્થાઓ ને જરૂરી ખાતરનો પુરવઠો જાણી જોઇને નથી ફાળવવામાં આવતો તંત્ર ખેડુતોને જાણે કાળા બજારીયો પાસેથી ખાતર ખરીદવા મજબુર કરી રહ્યુ હોય તેવી સ્થીતી દર સીઝને નિર્માણ પામેછે
તાલુકાના ખેડુતો મેઘરજ સહકારી સંધ માં ખાતર લેવામાટે વહેલી સવારથી લાઇનમાં લાગ્યા હતા

 

Back to top button
error: Content is protected !!