
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા સાયબર ક્રાઈમ સેલે આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં સંડોવાયેલા ગાંધીનગરની માઇક્રોટેક કંપનીના માલિકની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવ, અને નાયબ પોલીસ અધિક્ષક જયદીપ સરવૈયાના માર્ગદર્શન હેઠળ સાઈબર ક્રાઈમ પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેનો હેતુ સાયબર ફ્રોડના ગુનાઓ શોધવા અને અટકાવવાનો છે.સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુના મુજબ , ફરિયાદીને ‘1203 ENAM Shanti Yatra Nuvama T49 Tred Observation Group’ નામના ગ્રૂપ દ્વારા રોકાણ (Investment) પર સારો નફો આપવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી.ત્યારે પોલીસે આ ગુનામાં રાજેશકુમાર રામચરિત્ર સિંઘ (ઉંમર ૪૩, રહે. પેથાપુર, લક્ષ્મીનગર સોસાયટી, મકાન નં-૧૧૬૩, તા.જી. ગાંધીનગર) ની પોલીસે માઇક્રો ટેક કંપની, ગાંધીનગર ખાતેથી અટકાયત કરી છે.તેમજ પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. ૫૦,૦૦૦/- ની કિંમતના બે મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.આરોપીના બેંક એકાઉન્ટ પર NCCRP પોર્ટલ (National Cyber Crime Reporting Portal) પર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી કુલ ૧૫ અરજીઓ નોંધાયેલી હતી , જે આ ફ્રોડના આંતરરાજ્ય વ્યાપને દર્શાવે છે.નોંધાયેલ અરજીઓ આ રાજ્યોમાં ગુજરાત ,કેરળ ,કર્ણાટક (૪ અરજીઓ) ,તામિલનાડુ ,ઉત્તર પ્રદેશ (૨ અરજીઓ) ,પશ્ચિમ બંગાળ (૨ અરજીઓ) ,તેલંગાણા (૨ અરજીઓ) ,હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યનો સમાવેશ થાય છે.આ ગુનો ટેક્નિકલ સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસની મદદથી ડિટેક્ટ કરવામાં આવ્યો. આ સમગ્ર કામગીરી ડાંગ સાઈબર પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.તેમજ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..





