MORBI મોરબી ભોજનશાળા પાછળ તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા

MORBI મોરબી ભોજનશાળા પાછળ તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા
મોરબી શહેરમાં આવેલ મકરાણી વાસમાં બ્રાહ્મણી ભોજનશાળા પાછળ તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો રોકડ રૂપિયા ૬૩૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના મકરાણી વાસમાં બ્રાહ્મણી ભોજનશાળા પાછળ તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો બસીરભાઇ સલીમભાઇ ચાનીયા (ઉ.વ.૩૨) રહે. મતવા ચોકની પાછળ, ગ્રીનચોક, સોહીલભાઇ હાઝીભાઇ મલેક (ઉ.વ.૨૧) રહે. બોરીચા વાસ, બ્રાહ્મણની ભોજનાલયની પાછળ, જેલચોક મોરબી, નિરવભાઇ સુભાષભાઇ મિરાણી (ઉ.વ.૩૨) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ચાર માળીયા, દલવાડી સર્કલ, મોરબી, રમીઝભાઇ હુસેનભાઇ ચાનીયા (ઉ.વ.૨૮) રહે. કાલીકા પ્લોટ, J કંપની શેરી, મોરબ, આરીફ અલીખાન સીપાઇ (ઉ.વ.૨૪) રહે. સતવારા બોર્ડિંગની પાછળ, હુડકો કર્વાટર પરસોતમ ચોક પાછળ, મોરબી, ફારૂકભાઇ જુમાભાઇ શાહમદાર (ઉ.વ.૩૫) રહે. બ્રાહ્મણ ભોજનશાળા પાછળ, મકરાણી વાસ, દાઉદશા રહીમશા દિવાન (ઉ.વ. ૩૭) રહે. બ્રાહ્મણ ભોજનશાળા પાછળ, મકરાણી વાસ મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૬૩૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






