GUJARATJUNAGADH

જૂનાગઢ:સરદાર@૧૫૦ યુનિટી માર્ચ વિસાવદર વિધાનસભા,સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વિસાવદર વિધાનસભાની યુનિટી માર્ચ યોજાઈ

જૂનાગઢ:સરદાર@૧૫૦ યુનિટી માર્ચ વિસાવદર વિધાનસભા,સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વિસાવદર વિધાનસભાની યુનિટી માર્ચ યોજાઈ

સરદાર વલ્લભભાઈ પટેલની૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યની વિવિધ વિધાનસભામાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ રહી છે જેના ભાગરૂપે આજરોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભામાં સરદાર@ ૧૫૦ યુનિટી માર્ચ યોજાઇ હતી.આ તકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ એકતા પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જે વિસાવદર પ્રાંત કચેરી ખાતેથી આ યુનિટી માર્ચ માર્કેટીંગ યાર્ડ પાસેથી સરદાર ચોક અને મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ કાલસારી પ્રાથમીક શાળા ખાતે પૂર્ણ થઈ હતી. આ એકતા પદયાત્રામાં યાત્રીઓ સહિત સ્થાનિક નગરજનોએ પણ સરદારના જય ઘોષથી યાત્રાને વધાવી હતી.આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે આપણે એક એવા વ્યક્તિત્વ માટે એકઠા થયા છીએ કે જેમણે આ દેશમાં પોતાનું જીવન સમર્પિત કરી આ દેશ માટે અનેક સપનાઓ જોયા હતા કે એક મજબૂત અને સુરક્ષિત રાષ્ટ્ર અને આત્મનિર્ભર ભારત બને. સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશ માટે અનેક એવા કાર્યો કર્યા જેમના માટે આપણે સૌ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના ભાગરૂપે અહીં ઉપસ્થિત થયા છીએ.ઘણા મહાપુરુષોએ પોતાનું જીવન આ દેશને સમર્પિત કરી અનેક લડતો સામે લડાઈ લડી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે અનેક એવા નિર્ણયો કર્યા છે જે યાદગાર છે. હૈદરાબાદ અને જૂનાગઢના રજવાડાના એકીકરણમાં પણ સરદાર સાહેબની મહત્વની ભૂમિકા રહી છે. આ ઇતિહાસના આધારે આવનારી પેઢીઓ સરદાર સાહેબે કરેલા કામો અને આ દેશ માટે જોયેલા સપનાઓ અને એમના વિચારો ઉપર ચાલે અને એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય.આ પ્રસંગે પૂર્વ કૃષિ મંત્રીશ્રી કનુભાઈ ભાલાળા, પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડીયા, પ્રાંત અધિકારી શ્રી સી.પી.હિરવાણીયા તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ યુવાનો સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!