GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ભાયાવદરનો રેલવે સ્ટેશન રોડ બન્યો ‘આઇકોનિક’

તા.૧૫/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ભાયાવદર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ યોજના હેઠળ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. નગરપાલિકાએ રેલવે સ્ટેશન રોડથી ભાયાવદર નગરપાલિકા સુધીના માર્ગને ‘આઇકોનિક રોડ’ તરીકે વિકસાવ્યો છે.

આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શહેરના આ મુખ્ય માર્ગને વધુ સુંદર, સ્વચ્છ અને સુવિધાજનક બનાવવાનો છે. નિર્મળ ગુજરાત ૨.૦ યોજના અંતર્ગત થયેલા આ વિકાસકાર્યોથી ભાયાવદરના માર્ગના સૌંદર્યમાં વધારો થશે અને નાગરિકોને પણ સુધારાનો અનુભવ થશે. આ આઇકોનિક રોડ શહેરની ઓળખમાં એક નવું પાસું ઉમેરશે.

Back to top button
error: Content is protected !!