GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

મુળી મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર ઓફિસના નવું સંકુલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં

અંદાજે રૂ.4.40 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલું આ સંકુલ તાલુકાના લોકોની સુવિધામાં વધારો કરશે

તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અંદાજે રૂ.4.40 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલું આ સંકુલ તાલુકાના લોકોની સુવિધામાં વધારો કરશે, સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના નાગરિકો માટે વહીવટી અને રજિસ્ટ્રેશન સંબંધિત સેવાઓ વધુ સરળ અને સુલભ બનાવવાના ઉદ્દેશ્ય સાથે મુળીમાં આધુનિક મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર ઓફિસનું નવું સંકુલ આકાર લઈ રહ્યું છે અંદાજે રૂ. ૪.૪૦ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલું આ સંકુલ તાલુકાના લોકોની સુવિધામાં વધારો કરશે વર્તમાન સ્થિતિએ, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તેમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે કચેરીના બાંધકામમાં પાયાનું અને માળખાકીય કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત બિલ્ડિંગનું આર.સી.સી. વર્ક, બ્રીક મેશનરી વર્ક અને કમ્પાઉન્ડ વોલનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે હાલમાં બાંધકામ સ્થળ પર મુખ્યત્વે પ્લાસ્ટરનું કામ તેમજ બિલ્ડિંગની આસપાસના વિસ્તારમાં ગ્રાઉન્ડ ઇમ્પ્રૂવમેન્ટનું કાર્ય ચાલી રહ્યું છે આ કામગીરી પૂર્ણ થતાં જ સંકુલની ફિનિશિંગ ટચની કામગીરી શરૂ થશે આ નવીન અને આધુનિક કચેરી તૈયાર થવાથી મુળી તાલુકાના નાગરિકોને મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર ઓફિસની તમામ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી પ્રાપ્ત થશે જેનાથી સમય અને શક્તિનો બચાવ થશે અને વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે.

Back to top button
error: Content is protected !!