AHAVADANGGUJARAT

Dang: તમારી મૂડી, તમારો અધિકાર કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા કક્ષાની શિબિર યોજાઈ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નાણાકીય સંસ્થાઓમાં રહેલી અને દાવો ન કરાયેલી થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ સહિત પેન્શનની રકમ વાસ્તવિક હકદાર સુધી પહોંચાડવા માટે દેશવ્યાપી ઝુંબેશ “તમારી મૂડી, તમારો અધિકાર” તા.૧ ઓક્ટોબરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ચલાવવામાં આવી રહી છે.

આ ઝુંભેશના ભાગરૂપે આજરોજ ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા વિકાસ અધિકારી  કે. એસ. વસાવાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની શિબિર યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી  કે. એસ. વસાવાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની શિબિર જે નાગરિકોને તેઓના નાણાકીય અધિકારી પ્રત્યે જાગૃત કરવા ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે. આ કાર્યક્રમમાં નાગરિકોની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વિવિધ બેંકો દ્વારા ઉભા કરાયેલા સ્ટોલ દ્વારા નાગરિકોને નિષ્ક્રિય થાપણો, વીમા દાવાઓ અને અન્ય નાણાકીય અધિકારો અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. શિબિર દરમ્યાન મંચસ્થ મહાનુભાવો દ્વારા ૫૮ જેટલા દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું હતું. જેનો લાભ લાભાર્થીઓને તાત્કાલિક લાભ મળ્યો હતો.શિબિર સ્થળે વિવિધ બેંકો અને RSETI દ્વારા સ્ટોલ મુકવામાં આવ્યા હતા, જ્યાં નાગરિકોને તેમના જૂના ખાતાઓ વિશેની માહિતીઓ તથા મૃતક ખાતાધારકોના વારસદારોને દાવો કરવાની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઝુંબેશનો રાજ્યસ્તરીય પ્રારંભ તા. ૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા કરવામાં આવ્યો હતો. અભિયાન અંતર્ગત નાગરિકો તેમની વિવિધ બેન્કમાં રહેલી “અનક્લેમ્ડ આર્થિક સંપત્તિઓ” વિશેની માહિતી મેળવી શકે છે. આવા ખાતાઓ, જે ઓછામાં ઓછા ૧૦ વર્ષથી નિષ્ક્રિય (Inactive) છે અને જેના કારણે રકમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડમાં ટ્રાન્સફર થઈ ગઈ હોય, તેની પુનઃપ્રાપ્તી માટે લોકોને માર્ગદર્શન અને સહાય પુરી પાડવામાં આવી રહી છે.આ શિબિરમાં નિવાસી અધિક કલેકટર ડો.વી. કે. જોષી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી જનરલ મેનેજર દેવેન્દ્ર બોન્ડે, વિકાસ ચારમલ, નાબાર્ડના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ મેનેજર પ્રેમસિંહ નેગી, સુરત ઝોનલના ડેપ્યુટી જનરલ મેનેજર લલિત બરડિયા, બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર અને રિજનલ હેડ અનંત શાનબાગ સહિત વિવિધ બેંકના મેનેજર ઓસહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર શિબિરનું સંચાલન અને આયોજન ડાંગ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ લીડ બેંક મેનેજર  વિશાલ પતંગે દ્વારા કરવામાં આવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!