ધાંગધ્રા ઘાટ દરવાજા નજીક બુટ ચંપલના સ્ટોલમા મોડી રાત્રે લાગી આગ

તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા ખાટ દરવાજા પાસે ચંપલનો સ્ટોલ લગાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા જેમાં મોડી રાત્રે અચાનક જ ચંપલના સ્ટોલમાં આગ લાગતા તમામ માલ બળી ગયો નગરપાલિકા ફાયર ટીમને જાણ કરાતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુજવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ધ્રાંગધ્રા શહેરના ઘાટ દરવાજા નજીક આવેલાં બુટ ચંપલના સ્ટોલમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઊઠતા સ્ટોલ ધારક પરિવાર પર આર્થિક સંકટના વાદળો છવાઈ ગયા છે રોજીરોટી માટે પોતાના પરિવાર સાથે સ્ટોલ ચલાવતા વેપારી રાત્રે ઘરે ગયા બાદ અચાનક આગ લાગ્યાની માહિતી મળી હતી આગ લાગવાની જાણ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાને થતા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા જોકે આગ એટલી વિકરાળ હતી કે સ્ટોલમાં મુકાયેલો સમગ્ર બુટ ચંપલનો માલ બળી ખાખ થઈ ગયો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી પરંતુ આર્થિક નુકસાન ભારે પ્રમાણમાં થયું હોવાનું મનાય છે સ્ટોલ ધારક પરિવાર હાલમાં ગુમસુમ અને ચિંતિત છે કારણ કે બળીને ખાક થયેલો માલ જ તેમની ગુજરાનની એકમાત્ર આશા હતો ઘટના અંગે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.




