KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોસ્ટ ઓફિસની બાજુમાં ગંદકીનું સામ્રાજ્ય. અનિયમિત સાફ સફાઈને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ.

 

તારીખ ૨૩/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ પોસ્ટ ઓફિસની બાજુમાં ખુબજ મોટા પ્રમાણમાં ગંદકીના ઠગલાઓ જોવા મળી રહ્યા ત્યારે ગુજરાત સરકાર સ્વચ્છતાને લઈને લાખો રૂપિયાના ખર્ચ કરીને સ્વચ્છતાના બેનરો બનાવીને લોકોને જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરતી હોય છે ત્યારે દેશના વડા પ્રધાનનું આવાહન “એક પગલું સ્વચ્છતા તરફ”દેશભરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે તે માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા ને “એક પગલું સ્વચ્છતા તરફ”નું આહ્વાન કર્યું. સ્વચ્છ ભારતનું સ્વપ્ન દરેક નાગરિકની ભાગીદારીથી જ સાકાર થઈ શકે છે. “ન ગંદગી કરું, ન ગંદગી કરવા દઈશ” જેવી પ્રતિજ્ઞાને અપનાવવા લોકો ને અપીલ કરી. તો શું વેજલપુર ગ્રામ પંચાયતના અંધેરી નગરીના ગંદુ રાજા જેવો વહીવટ કરનાર સત્તાધીશોને ગ્રામ પંચાયતથી ૧૦૦ મીટરમાં આવેલ પોસ્ટ ઓફિસ બહાર ખુબજ દુર્ગંધ મારતી ગંદકી નહિ દેખાતી હોય ત્યારે સરકારી કચેરીઓ બહાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું બીજી તરફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહાર પણ ગંદકીની લીલા લહેર જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ ઉર્દૂ શાળા ની બહાર પણ દુર્ગંધ મારતા ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે જેથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગંદકીના લીધે દુર્ગંધ ને લઈને બાળકો પણ બીમાર પડતા હોય ત્યારે બીજી બાજુ મહિષા તળાવની પાળ ઉપર પણ ગંદકીના ઠગે ઠગ જોવા મળી રહ્યા છે વેજલપુર ગામમાં થયેલ ગંદકીને લઈને સ્થાનિક ગ્રામ પંચાયતના સત્તાધીશો સાફ સફાઈ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે ત્યારે જવાબદાર અધિકારી તલાટી ક્રમ મંત્રી પણ આ અંધેરી નગરીના ગંદુ રાજા જેવો વહીવટ કરનાર સત્તાધીશો સામે લાચાર બની ગયા હોય તેમ દેખાય રહ્યું છે ત્યારે સાફ સફાઈના નામે આવતી ગ્રાન્ટોનો વેજલપુર ગ્રામ પંચાયતના સત્તાધીશો બખો બોલાવી દેતા હોય છે ત્યારે પંચમહાલ જિલ્લા કલેક્ટર તેમજ પંચમહાલ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતની સાફ સફાઈના નામે ઉપાડેલા બિલોની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો સાફ સફાઈ ના નામે આવતી ગ્રાન્ટોનો ખુબજ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે હવે જોવું રહ્યું કે વેજલપુર ના જવાબદાર અધિકારી તલાટી ક્રમ મંત્રી દ્વારા વેજલપુરમાં થયેલી ગંદકી કેટલા દિવસોમાં દૂર કરશે કે પછી દિવા નીચે અંધારુજ રેહશે તે હવે જોવું રહ્યું..

Back to top button
error: Content is protected !!